ગુજરાતમાં મંગળવારે એક GST કૌભાંડના મોટા સમાચાર સામે આવ્યા છે. ડાયરેક્ટર જનરલ ઓફ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીને આધારે ગુજરાતમાં અમદાવાદા, જુનાગઢ, સુરત અને ખેડા એમ 14 સ્થળોએ ઇકોનોમિક ઓફેસ્નસ વિંગ અને SOGની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં ભાજપના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડની પુછપરછ કરવામાં આવી હતી અને આ કૌભાંડમાં એક પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બધાએ ભેગા થઇને 200થી વધારે બોગસ કંપનીઓ ખોલીને 200 કરોડનું કૌભાંડ કર્યું છે.બોગસ કંપનીઓ બનાવીને બોગસ ઇનપૂટ ટેક્સ ક્રેડીટનો લાભ લેવામાં આવી રહ્યો હો. હજારો કરોડો રૂપિયાના બોગસ બીલો પણ બનાવવમાં આવ્યા હતા.