fbpx

ક્યાં છે તે…બોલાવો, MLAએ સ્ટેજ પરથી અધિકારીને બૂમ પાડી,અધિકારી આગળ આવ્યા અને..

Spread the love

મધ્યપ્રદેશના વારસીવની-ખૈરલાંજી જનપદ પંચાયત વિસ્તારમાં સરકારી અધિકારીઓમાં ગભરાટનો માહોલ હતો, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય સ્ટેજ પરથી જ દરેક અધિકારીઓ પર બુમ બરાડા પાડતાં જોવા મળ્યા હતા. સાંસદો, ધારાસભ્યોથી લઈને અન્ય જનપ્રતિનિધિઓ અહીં પહેલાથી જ હાજર હતા, પરંતુ તે વ્યક્તિ ગાયબ હતી, જેના કામ માટે બધાને બોલાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં તે વ્યક્તિને ત્યાં ન મળતા ધારાસભ્ય એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે સ્ટેજ પરથી જ જોરથી બૂમો પાડી અને ઉશ્કેરાયેલા સ્વરે પૂછ્યું કે, ક્યાં છે તે..?

ખરેખર, ખુર્સીપાર ગામમાં આશરે 2 કરોડ 19 લાખના ખર્ચે તૈયાર થનારા ખુર્સીપારથી અતરી રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભારતી પારધી, વિસ્તારના ધારાસભ્ય વિવેક પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રદીપ જયસ્વાલ સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ આ રોડનું નિર્માણ કાર્ય કરવાના કોન્ટ્રાક્ટર ભૂમિપૂજન કાર્યક્રમમાંથી ગાયબ હતા. પછી તો શું…. કોંગ્રેસના ધારાસભ્ય વિવેક પટેલ અધિકારીઓ પર ગુસ્સે થયા હતા.

ભૂમિપૂજન કાર્યક્રમમાં મંચ પરથી બોલતા ધારાસભ્ય પટેલે પોતાના સંબોધનમાં અધિકારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો અને સવાલ કર્યો હતો કે, આ રોડનું બાંધકામ જે વ્યક્તિએ કરવાનું છે તે કોન્ટ્રાક્ટર ક્યાં છે? કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવે. તેઓ વારંવાર પૂછતા રહ્યા કે, કોન્ટ્રાક્ટર ક્યાં છે? કોન્ટ્રાક્ટર ક્યાં છે, બોલાવો તેને.

જો કે આ કાર્યક્રમમાં કોન્ટ્રાક્ટર હાજર રહ્યો ન હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત PWDના અધિકારીઓને ચેતવણી આપતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવી ભૂલો ન થવી જોઈએ. ધારાસભ્ય વિવેક પટેલે અધિકારીઓને જણાવ્યું હતું કે, આ રોડ ગુણવત્તા સાથે બનાવવામાં આવે. કોઈપણ પ્રકારની ફરિયાદ ન હોવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે રોડના નિર્માણ દરમિયાન અધિકારીઓની સાથે અમારા જનપ્રતિનિધિઓ અને કામદારો પણ ગુણવત્તા તપાસશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!