fbpx

પ્રાંતિજના હાર્દિક બ્રહ્મભટ્ટની ભાજપના જિલ્લા સોશિયલ મીડિયા વિભાગમાં કારોબારી સભ્ય તરીકે વરણી

Spread the love

પ્રાંતિજના હાર્દિક બ્રહ્મભટ્ટની ભાજપના જિલ્લા સોશિયલ મીડિયા વિભાગમાં કારોબારી સભ્ય તરીકે વરણી

વરણી થતાં સમર્થકો અને મિત્રોમાં ખુશીની લાગણી

હાર્દિક બ્રહ્મભટ્ટે સમગ્ર મોહડી મંડળનો આભાર વ્યક્ત કર્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના યુવા હાર્દિક બ્રહ્મભટ્ટની ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાબરકાંઠા જિલ્લા સોશિયલ મીડિયા વિભાગમાં કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે

હાર્દિક બ્રહ્મભટ્ટને આ જવાબદારી સોંપવામાં આવતા પ્રાંતિજ સહિત તેમના સમર્થકો, મિત્રો અને શુભેચ્છકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છેતેમની વરણીને પગલે મિત્રો અને સમર્થકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે આ પ્રસંગે હાર્દિક બ્રહ્મભટ્ટે તેમને આ જવાબદારી સોંપવા બદલ સમગ્ર મોહડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો પક્ષના કાર્યકરો અને આગેવાનો દ્વારા દર્શાવવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર માનતાં તેમણે આગામી સમયમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સોશિયલ મીડિયા વિભાગની કામગીરીને વેગ આપવા માટે યથાશક્તિ યોગદાન આપવાની ભાવના વ્યક્ત કરી હતી પ્રાંતિજના યુવાનની જિલ્લા કક્ષાએ ભાજપના સોશિયલ મીડિયા વિભાગમાં કારોબારી સભ્ય તરીકે વરણી થતાં સ્થાનિક સ્તરે આનંદની લાગણી પ્રસરી છે હાર્દિક બ્રહ્મભટ્ટની આ નિમણૂકને પગલે તેમને સતત શુભેચ્છાઓ મળી રહી છે

જીલ રાવલ પ્રાંતિજ

Leave a Reply

error: Content is protected !!