fbpx

પ્રાંતિજમાં તાલુકા લેન્ડ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

Spread the love

પ્રાંતિજમાં તાલુકા લેન્ડ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

પ્લોટ ફાળવણીની ૩૮ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી અપાઈ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા લેન્ડ કમિટીની મહત્વપૂર્ણ બેઠક પ્રાંત અધિકારી (SDM) તથા તાલુકા લેન્ડ કમિટીના અધ્યક્ષના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બેઠકમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્લોટ ફાળવણીને લગતી પડતર દરખાસ્તોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ૩૮ પ્લોટની દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.બેઠકમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહપરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ, તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, મામલતદાર સંજયભાઈ દેસાઈ તથા સભ્ય સચિવ અને તાલુકા વિકાસ અધિકારી હની કુમારી સિસોદિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાબેઠક દરમિયાન લાંબા સમયથી પ્રક્રિયા હેઠળ રહેલી પ્લોટ ફાળવણીની અરજીઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી આ પ્રક્રિયામાં ૩૮ પ્લોટની દરખાસ્તોને મંજૂરી મળતાં સ્થાનિક જરૂરિયાતમંદ પરિવારો અને લાભાર્થીઓ માટે આવાસની સુવિધા મેળવવાનો માર્ગ મોકળો થયો છે આ ઉપરાંત, બાકી રહેલી અન્ય અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે માટે પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પ્લોટ ફાળવણીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે અને સરકારી નિયમો અનુસાર થાય તેમજ અરજદારોને સમયસર ન્યાય મળે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો તાલુકા કક્ષાએ જમીન અને પ્લોટ ફાળવણીને લગતા પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને સરકારી નિયમો મુજબ લાભ મળી રહે તે હેતુથી આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી

જીલ રાવલ પ્રાંતિજ

Leave a Reply

error: Content is protected !!