fbpx

ટાટા એમ જ નહોતા બની ગયા ભારતના ‘રતન’ રસોડાથી લઈને આકાશ સુધી…

Spread the love

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે સાંજે નિધન થઇ ગયું. તેમણે મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે અહી દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 86 વર્ષની વયે તેમનું નિધન થઇ ગયું. આ સમાચારથી બિઝનેસ જગત સહિત આખા દેશમાં શોકની લહેર દોડી ગઇ. રતન ટાટા એવા વ્યક્તિ હતા, કે તેમના જેવું બની શકવું દરેકના વશની વાત નથી. બિઝનેસ સેક્ટરમાં મોટું નામ હોવા સાથે જ તેમની ઓળખ એક દરિયાદિલ વ્યક્તિ તરીકે પણ હતી, જેના ઘણા ઉદાહરણ છે.

રતન ટાટાએ પોતાના જીવનમાં ઘણી એવી ઉપલબ્ધિઓ હાંસલ કરી, જે આજ સુધી કોઇ કરી શક્યું નથી. એ સિવાય ત્સુનામી કે કોરોના જેવી મુશ્કેલી દેશ પર આવી તો તેઓ સૌથી આગળ નજરે પડ્યા. એવી બિઝનેસ પર્સનાલિટીનું દુનિયામાંથી જતું રહેવું એક મોટી ક્ષતિ છે. બુધવારે તેમના નિધનના સમાચાર આવવા અગાઉ સોમવારે પણ રતન ટાટાની તબિયત ખરાબ થવાના સમાચાર આવ્યા હતા, પરંતુ તેને નકારતા રતન ટાટાએ પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે, મારા માટે ચિંતા કરવા માટે બધાનો આભાર! હું એકદમ સારો છું. કોઇ ચિંતાની વાત નથી અને હું ઉંમર સાથે જોડાયેલી બીમારીઓની તપાસ માટે હૉસ્પિટલ આવ્યો હતો. સાથે જ તેમણે લોકોને અપીલ કરી હતી કે ખોટી સૂચનાઓ ફેલાવતા બચો.

દેશના સૌથી લોકપ્રિય બિઝનેસમેન અને અબજપતિ રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ વર્ષ 1991-2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યા અને આ દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા કીર્તિમાન સ્થાપિત કરતા દેશના સૌથી જૂના કારોબારી પરિવારોમાંથી એક રતન ટાટા ગ્રુપને બુલંદીઓ સુધી પહોંચાડ્યું. તેમણે ટાટા ગ્રુપને બુલંદીઓ પર પહોંચાડવા સાથે જ એક દરિયાદિલ વ્યક્તિની ઇમેજ પણ બનાવી અને લોકો માટે પ્રેરણા બન્યા. આજ કારણ છે કે દેશના નાના બિઝનેસમેન હોય કે મોટા, કે પછી બિઝનેસ જગતમાં એન્ટ્રી કરનાર યુવા દરેક તેમને પોતાના આદર્શ માને છે.

રતન ટાટાનો જન્મ નવલ ટાટા અને સૂની ટાટાના ઘરે થયો હતો. જો કે, તેમના માતા-પિતા બાળપણમાં જ અલગ થઇ ગયા હતા અને દાદીએ તેમનું પાલનપોષણ કર્યું હતું. શરૂઆતી અભ્યાસ બાદ વર્ષ 1959માં રતન ટાટાએ આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકાનો કોર્નેલ યુનિવર્સિટી જતા રહ્યા. ત્યારબાદ વર્ષ 1962માં તેમની સ્વદેશ વાપસી થઇ અને તેમને બિઝનેસ સેક્ટરમાં ટાટા સ્ટીલના માધ્યમથી પગ રાખ્યા. જો કે, તેમણે શરૂઆતમાં કર્મચારી તરીકે તેને જોઇન્ટ કરી હતી અને જમશેદનગર પ્લાન્ટમાં તેમણે કર્મચારી બનીને કામ કર્યું અને સુક્ષ્મતા જોઇ.

રતન ટાટાને 21 વર્ષની ઉંમરમાં 1991માં ઓટોથી લઇને સ્ટીલ સુધીના બિઝનેસ સાથે જોડાયેલા ગ્રુપ ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચેરમેન બન્યા બાદ રતન ટાટાએ ગ્રુપને એક નવી ઊંચાઇ પર પહોંચાડ્યું. તેમણે વર્ષ 2012 સુધી આ ગ્રુપનું નેતૃત્વ કર્યું, જેની સ્થાપના તેમના પરદાદાએ એક સદી અગાઉ કરી હતી. 1996માં ટાટાએ ટેલિકોમ ટેલીસર્વિસની સ્થાપના કરી અને વર્ષ 2004માં ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિસ (TCS)ને માર્કેટ લિસ્ટ કરાવી. ભારત સરકારે રતન ટાટાને પદ્મ ભૂષણ (2000) અને પદ્મ વિભૂષણ (2008) દ્વારા સન્માનિત કર્યા. આ સન્માન દેશનો ત્રીજો અને બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

રતન ટાટા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો:

રતન ટાટા માટે કામ પૂજા સમાન હતું. તેમનું કહેવું હતું કે કામ ત્યારે જ સારું થશે, જ્યારે તમે તેની ઇજ્જત કરશો.

ટાટા ચેરમેનની સૌથી મોટી વિશેષતા તેમનું હંમેશાં શાંત અને સૌમ્ય રહેવું હતું. તેઓ પોતાની સાથે કંપનીના નાનામાં નાના કર્મચારીને પણ પ્રેમથી મળતા હતા. તેમની જરૂરિયાતો સમજતા હતા અને તેમની દરેક સંભવિત મદદ કરતા હતા.

દિગ્ગજ અબજપતિ રતન ટાટા કહેતા હતા કે તમારે કોઇ કામમાં સફળતા હાંસલ કરવી હોય તો એ સમયે કામની શરૂઆત ભલે તમે એકલા કરો, પરંતુ તેને બુલંદીઓ પર પહોંચાડવા માટે લોકો સાથે હોવા જરૂરી છે. સાથે મળીને જ દૂર સુધી જઇ શકો છો.

રતન ટાટાને સ્ટ્રે ડોગ્સ પર ખાસ લગાવ હતો. તેઓ ઘણી ગેર-સરકારી સંસ્થા અને એનિમલ શેલ્ટરને દાન પણ કરતા હતા.

રતન ટાટા આર્થિક તંગીથી ઝઝૂમતા ઘણા વિદ્યાર્થીઓની મદદ કરવા માટે આગળ રહેતા હતા. તેમનું ટ્રસ્ટ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે. એવા વિદ્યાર્થીઓને J.N. Tata Endowment, Sir Ratan Tata Scholarship અને Tata Scholarshipના માધ્યમથી મદદ આપવામાં આવે છે. રતન ટાટા ખૂબ જ સાદું જીવન જીવતા હતા, પરંતુ તેમને ઘણી વસ્તુઓનો શોખ પણ હતો. તેમાં કારથી લઇને પિયાનો વગાડવા સુધી સામેલ છે. તેની સાથે જ વિમાન ઉડાવવો પણ તેમની ફેવરિટ લિસ્ટમાં સામેલ છે. ટાટા સન્સથી પોતાના રિટાયરમેન્ટ બાદ રતન ટાટાએ કહ્યું હતું કે હવે હું પોતાના બાકીના જીવનમાં પોતાના શોખ પૂરા કરવા માગું છું. હવે હું પિયાનો વગાડીશ અને વિમાન ઉડાવવાના પોતાનો શોખ પૂરો કરીશ.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!