fbpx

હાર્દિકનો કેચ સારો હતો પણ રાધા યાદવની સામે કંઈ નથી, જુઓ અદ્ભુત વીડિયો

Spread the love

ભારતીય ટીમ બુધવારે 9 ઓક્ટોબરે બે મેચ રમી હતી. એક તરફ, પુરુષોની ટીમનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો, જ્યારે UAEમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં મહિલા ટીમનો સામનો શ્રીલંકા સામે થયો હતો. આ બંને મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો. મેન્સ ટીમે બાંગ્લાદેશ સામે 86 રનથી જીત મેળવી હતી. જ્યારે મહિલા ટીમે શ્રીલંકાને 82 રને હરાવ્યું હતું. આ દરમિયાન બે શાનદાર કેચ જોવા મળ્યા, જેણે ચાહકોનું દિલ જીતી લીધું. દિલ્લીમાં હાર્દિક પંડ્યાએ એક આશ્ચર્યજનક કેચ લીધો હતો. પરંતુ તે UAEમાં રાધા યાદવે લીધેલા ફુલ લેન્થ ડાઈવિંગ કેચની સરખામણીમાં ફીકો પડી ગયો.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે બીજી T20 મેચમાં બાંગ્લાદેશને 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ પહેલાથી જ વેરવિખેર થઈ ગઈ હતી. તેણે માત્ર 86 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી 14મી ઓવરમાં હાર્દિક પંડ્યા ફિલ્ડિંગમાં શાનદાર રહી હતી. વરુણ ચક્રવર્તીના બોલ પર રિશાદ હુસૈને લાંબો હિટ ફટકાર્યો હતો. તેના પર પંડ્યાએ 27 મીટર દોડીને એક હાથે સિક્સર માટે બાઉન્ડરીની બહાર જતા બોલને કેચ કર્યો હતો. જોકે તે બે હાથે પ્રયાસ કરી રહ્યો હતો. એક ક્ષણ માટે એવું લાગ્યું કે બોલ તેના હાથમાંથી છટકી જશે, પરંતુ બોલ તેના હાથમાંથી છટકી નહીં.

જોકે, તેનો આ કેચ ભારતીય મહિલા ટીમની ખેલાડી રાધા યાદવે પકડેલા કેચ સામે કંઈ જ ન હતો. તેના કેચની ખૂબ ચર્ચા થઈ રહી છે. રાધાએ એક આશ્ચર્યજનક કેચ લીધો, ICCએ તેના કેચની તુલના ટ્રેવિસ હેડના કેચ સાથે કરી છે. હકીકતમાં વિશ્મિ ગુણારત્નેએ પ્રથમ ઓવરના બીજા જ બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. પાવર પ્લેનો ફાયદો ઉઠાવવા તેણે ક્રિઝ માંથી બહાર નીકળીને જોરદાર ફટકો મારવાનો પ્રયાસ કર્યો, જેના કારણે બોલ સર્કલથી થોડે દૂર હવામાં ઉંચો થયો. અવેજી તરીકે આવેલી રાધા પોઈન્ટ પર ઊભી હતી. તે પાછી ફરી અને દોડવા લાગી. તેણે છેવટ સુધી પોતાની નજર બોલ પર રાખી અને અંતે ફુલ લેન્થ ડાઈવ કરીને બોલને પકડ્યો. આ જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેનો આ કેચ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.

ભારતની મેન્સ ટીમે દિલ્હીમાં શાનદાર જીત મેળવીને 3 મેચની શ્રેણી પર કબજો કરી લીધો છે. ભારતીય ટીમ હવે શ્રેણીમાં 2-0થી આગળ છે. દિલ્હીની આ જીતમાં રિંકુ સિંહ અને નીતિશ રેડ્ડીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રિંકુએ 29 બોલમાં 53 રન અને નીતિશે 34 બોલમાં 74 રન બનાવ્યા હતા. બીજી તરફ 82 રનના માર્જિનથી મોટી જીત પછી ભારતીય મહિલા ટીમનું મનોબળ વધી ગયું છે. તેની સેમીફાઈનલમાં જવાની આશા ફરી જીવંત થઈ છે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ 4 પોઈન્ટ અને +0.576ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, એક ગ્રુપમાંથી ટોપ બે ટીમ સેમીફાઈનલમાં જશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!