ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરની જિલ્લા હૉસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી દવાઓ ક્વાલિટી ટેસ્ટમાં ફેલ થઇ ગઇ છે. નોઇડા સ્થિત આ હૉસ્પિટલની દવાઓની બેચને સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવી હતી. 9 ઓક્ટોબરે ટેસ્ટ રિપોર્ટ આવ્યો તો ખબર પડી કે દવાઓ ખરાબ ક્વાલિટીની છે. અધિકારીઓએ જાણકારી આપી હતી કે રિપોર્ટ સામે આવ્યા બાદ દવાઓ જપ્ત કરી લેવામાં આવી છે. સાથે જ દવાઓના સ્ટોકને આગળ વિતરણ પર રોક લગાવી દેવામાં આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ઇન્દોરની એક ફાર્મા કંપની નોઇડાની જિલ્લા હૉસ્પિટલને એમોક્સિસિલિન અને પોટેશિયમ ક્લાવુનેટ IP 625 MG દવાની સપ્લાઇ કરી રહી હતી. આજ એન્ટીબાયોટિક દવા ક્વાલિટી ટેસ્ટમાં ફેલ થઇ છે. ગૌતમ બુદ્ધ નગરના ડ્રગ ઇન્સ્પેક્ટર જય સિંહે જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે નિયમિત પરીક્ષણ માટે હૉસ્પિટલથી 3 અલગ અલગ દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા જે એક માનક પ્રક્રિયાનો હિસ્સો છે. દવાઓના સેમ્પલને લખનૌની એક કેન્દ્રીય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. તપાસમાં ખબર પડી કે દવાઓ ખરાબ હતી.
જય સિંહે જણાવ્યું કે, એમોક્સિસિલિનને જરૂરી 90 ટકા માનકને પૂરા કર્યા, પરંતુ પોટેશિયમ ક્લેવુલનેટની માત્ર 81 ટકા હતી જે 90 ટકા હોવી જોઇએ. એજ દવાની પ્રભાવશીલતાને વધારે છે. દવાથી કોઇ નુકસાન થતું નથી. બસ તે ઓછી પ્રભાવી છે. અમે સેમ્પલિંગના સમયે દવાઓ જપ્ત કરી નથી. ટેસ્ટ રિપોર્ટ મળવા સુધી હૉસ્પિટલને વિતરણ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ટેસ્ટના પરિણામે સમસ્યાના સંકેત આપ્યા તો વિતરણ રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. અમે હૉસ્પિટલના સ્ટોક પ્રભારીને નોટિસ આપી છે.
જિલ્લા હૉસ્પિટલ ગૌતમબુદ્ધ નગરના મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. રેણૂ અગ્રવાલે કહ્યું કે તેમણે એન્ટીબાયોટિક દવાઓનું વિતરણ બંધ કરી દીધું છે અને બચેલો સ્ટોક સપ્લાઇને પરત કરવામાં આવી રહ્યો છે. હૉસ્પિટલ એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે અમારી દેખરેખમાં ઉપસ્થિત લોકોને માત્ર હાઇ ક્વાલિટીવાળી પ્રભાવી દવાઓ જ ઉપલબ્ધ કરાવવામાં આવે. અમે એન્ટીબાયોટિકની લગભગ 8000 ગોળીઓ ખરીદી હતી અને તેમને છેલ્લા 45 દિવસોમાં પેશેન્ટને વિતરીત કર્યા હતા. FDSA મુજબ, દવા સપ્લાયર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.