તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં સૌથી મોંઘી કારની નંબર પ્લેટ અંબાણી કે અદાણી પાસે નહીં પણ અન્ય વ્યક્તિ પાસે છે. તો ચાલો જાણીએ કે ભારતમાં સૌથી મોંઘી કારની નંબર પ્લેટ કોની પાસે છે.
પાંચ સૌથી મોંઘી કાર નંબર પ્લેટ
દુનિયામાં ઘણા લોકો તેની કાર માટે ઘણી મોંઘી અને યુનિક નંબર પ્લેટ લેવાનું પસંદ કરતા હોય છે. અંબાણી અને અદાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ તો છે, પણ તે સૌથી મોંઘી કારની નંબર પ્લેટના માલિક નથી. તો ચાલો જાણીએ કે ભારતમાં સૌથી મોંઘી કારની નંબર પ્લેટ કોની પાસે છે અને તે નંબર પ્લેટની કિંમત શું છે.
ભારતની સૌથી મોંઘી નંબર પ્લેટ અને તેના માલિક
આશિક પટેલ (Toyota Fortuner – ‘007’)
ભારતની સૌથી મોંઘી નંબર પ્લેટ આશિક પટેલની Toyota Fortuner પર લાગેલી છે, જેનો નંબર ‘007’ છે. આ નંબર પ્લેટની કિંમત 34 લાખ રૂપિયા છે. આ નંબર પ્લેટ જેમ્સ બોન્ડની ફિલ્મથી પ્રેરિત છે જે તેને વધુ ખાસ બનાવે છે.
કે. એસ. બાલગોપાલ (Porche 718 Boxster – ‘KL-01-CK-1’)
બીજા સ્થાને કે. એસ. બાલગોપાલ છે, જેની Porche 718 Boxster પર લાગેલી નંબર પ્લેટની કિંમત 31 લાખ રૂપિયા છે. આ કારનો નંબર ‘KL-01-CK-1’ છે.
કે. એસ. બાલગોપાલ (Toyota Land Cruiser LC200 – ‘KL01CB0001’)
કે. એસ. બાલગોપાલની બીજી કાર Toyota Land Cruiser પર લાગેલી નંબર પ્લેટ પણ ખૂબ મોંઘી છે. તેનો નંબર ‘KL01CB0001’ છે અને તેની કિંમત 18 લાખ રૂપિયા છે.
જગજીત સિંહ (Toyota Land Cruiser LC200 – ‘CH01AN0001’)
જગજીત સિંહની Toyota Land Cruiser LC200 પર 17 લાખની નંબર પ્લેટ લાગેલી છે, જેનો નંબર ‘CH01AN0001’ છે.
રાહુલ તનેજા (Jaguar XJL – ‘RJ45CG0001’)
રાહુલ તનેજાની Jaguar XJL પર RJ45CG0001 નંબરની પ્લેટ લાગેલી છે જેની કિંમત 16 લાખ રૂપિયા છે.
આ ઉપરાંત એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની વાત કરીએ તો તેમની BMW 7-Series પર લાગેલી નંબર પ્લેટની કિંમત 9 લાખ રૂપિયા છે, જેનો નંબર “MH 01 AK 0001” છે. વર્ષ 2022માં અંબાણીએ Rolls Royce ખરીદી હતી, જેના પર 12 લાખની નંબર પ્લેટ લાગેલી છે, જેનો નંબર ‘0001’ છે.