પ્રાંતિજના વાઘપુરમાં એકમથી પૂનમ સુધીની અનોખી નવરાત્રી
- નવરાત્રીના છેલ્લા ચાર દિવસમાં ગામના યુવકો દ્વારા ધાર્મિક નાટકો યોજવામાં આવે છે
- ગામમાં કોઈપણ જાતના ભેદભાવ વિના લાડુ સહિતનું પાકું ભોજન તૈયાર કરવામાં આવે છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામમાં નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે આ નવરાત્રીનું વિશેષ મહત્વ એ છે કે એકમથી લઈ પૂનમ સુધી માંડવી ગરબો રાખવામાં આવે છે માત્ર વાઘપુર જ નહીં પણ આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં નવરાત્રી જોવા માટે લોકો ઉમટી પડે છે
પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામની અનોખી નવરાત્રી તાલુકામાં ચર્ચાનો વિષય બની છે વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર એકમથી લઈ પૂનમ સુધી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે માત્ર એટલું જ નહીં પણ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોમાં ગામના યુવકો દ્વારા વિવિધ પ્રકારના ધાર્મિક નાટકો ભજવવામાં આવે છે ગામમાં કોઈપણ નાત જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી અને આખું ગામ એક જ રસોડે લાડુ સહિતનું પાકું ભોજન જમે છે આ નવરાત્રી મહોત્સવ માં માઈ મંડળ ના નેજા હેઠળ નવરાત્રી મહોત્સવ ઉજવણીમાં વેશભૂષા કાર્યક્રમ અને ધાર્મિક નાટકોનું પણ આયોજન કરવામાં આવે છે આ ગામના વતની અને ભાજપના પ્રદેશ આગેવાન પૂર્વ મંત્રી સંસદ સભ્ય જયસિંહજી ચૌહાણ પણ નવરાત્રી ના સમયે ઉપસ્થિત રહી માતાજી ના ગરબે પરિવાર સહ ઘૂમે છે અને ગ્રામજનો ને પ્રોત્સાહિત કરે છે પંદર દિવસ સુધી વાઘપુર ગામે ચાલતો નવરાત્રી મહોત્સવ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આગવું મહત્વ ધરાવે છે
જીલ રાવલ પ્રાંતિજ