પ્રાંતિજ પાસે બનેલ ઓવરબ્રીજો ના વિકાસ મા ક્ષત્રિયો
- ઓવરબ્રીજ બન્યા પણ દર મહિને થીંગડા મારવા પડે છે
- સ્ટ્રીટ લાઇટ પોલ ઉભા કર્યા પણ શોભાના ગઠીયા સમાન
- હવાસીયા થીંગડા થી લોકો ના જીવ જાયતો નવાઈ નહી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા બનેલ ઓવરબ્રીજ ના વિકાસ મા અનેક છત્રિયો હોવા છતાંય હાઇવે ઓથોરિટી સબ સલામત ના દાવા કરતુ હોય એમ બેઠુ છે અને વાહન ચાલકો પાસેથી તગડો તોલ ટેક્સ ઉગરાવતા હોવા છતાંય વિકાસ ના રોડ ઓવરબ્રીજો મા ક્ષત્રિયો જોવા મળી
અમદાવાદ શામળાજી રોડ ઉપર સીકસ લાઇન રોડ ને લઈ ને ઠેરઠેર ઓવરબ્રીજ તથા અંડર બ્રીજ બન્યા છે જેમા મોટા ભાગના પ્રાંતિજ તાલુકામા બનેલ ઓવરબ્રીજ ના વિકાસ મા અનેક છત્રિયો જોવા મળી રહી છે તો પ્રાંતિજ વિસ્તારમા જયા જયા ઓવરબ્રીજ કે અંડર બીજ બન્યા છે તેવા ઓવરબ્રીજ ઉપર ખાડાઓ પડયા છે અને દર મહિને હવાસીયા થીંગડા મારવાનો વારો આવ્યો છે અને હવાસીયા થીંગડા ને લઈ ને વાહન ચાલકોને અકસ્માત નો ભંય પણ સતાવે છે અને ઓવરબ્રીજ ઉપર ખાડાઓ પડતાજ રહેતા વાહન ચાલકો ને અવરનવર અકસ્માતો નો સામનો કરવો પડે છે તો ઓવરબ્રીજ ને લઈ ને સાઇડ મા સર્વિસ રોડ બનાવ્યો છે અને સર્વિસ રોડ ઉપર પણ ખાડાઓ પડી ગયા છે ત્યારે બીજીબાજી ઓવરબ્રીજ ઉપર લગાવેલ સ્ટ્રીટ લાઈટ ના પોલ ઉભા કર્યા છે અને ઓવરબ્રીજ બન્યો ને બે વર્ષ થયા છતાંય સ્ટ્રીટ લાઈટ ના પોલ ચાલુ કરવામા આવ્યા નથી અને હાલતો પોલ ખાલી શોભાના ગાઠીયા સમાન છે તો બીજી તરફ સ્ટ્રીટ લાઈટ ના વાયરો ટુટી જઈ ને સર્વિસ રોડ ઉપર લબરતા રોડ ઉપર જોવા મલી રહ્યા છે અને લાઇટો ચાલુ થાય તે પહેલાજ ટુટી ગયા છે ત્યારે હાલતો નેશનલ ઓથોરિટી તગડો તોલ ટેક્સ ઉગરાવે છે છતાંય રોડ ઉપર કોઇ સુવિધાઓ ના આપતા વાહન ચાલકોમા રોષ જોવા મળી રહ્યો છે અને વિકાસ ના સિક્સ લાઇન મા અનેક ક્ષત્રિયો જોવા મળી રહે છે
જીલ રાવલ પ્રાંતિજ