fbpx

સ્કાઉટ સંધ દ્રારા બાળકોને વન ભ્રમણ કરાવ્યુ

Spread the love

સ્કાઉટ સંધ દ્રારા બાળકોને વન ભ્રમણ કરાવ્યુ

  • ભ્રમણ દ્વારા બાળકોને પ્રકૃતિ વિષે માર્ગ દર્શન આપ્યુ

આજનો માનવી વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં વિકાસની આંધળી ડોટમાં પર્યાવરણથી વિમુખ થતો હોય તેવું લાગે છે. તેવા સમયેસ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા બાળકોને વન ભ્રમણ દ્વારા પ્રકૃતિના ખોળે, તેના સાનિધ્યમાં લાવવાનો એક અનેરો અવસર યોજાયો.

પર્વતો જેમનું સિંહાસન છે એવા મહાદેવના જલાભિષેક કાર્યક્રમનો પ્રારંભ સાથે સાથે અરાવલી નો અર્થ સ્પષ્ટ કરી તેની ગરિમાથી પરિચિત કરવામાં આવ્યા. ભ્રમણ કરતાં મારગડે આવતા અવનવા વૃક્ષોની ઓળખ સાથે તેમની ઉપયોગીતા ખાખરો, ટીમરું જેવા વૃક્ષોના પાનમાંથી પડિયા, પતરાળા, ટોપી, ગ્લાસ, છત્રી, ઈંઢોની વગેરેની જીવંત પ્રવૃતિલક્ષી માહિતી બાળકોને ઉપયોગી સાબિત થઇ. વિવિધ પક્ષીઓની માહિતી તેમના અવાજ દ્વારા ઓળખાણ રોમાંચક બની રહી. અરવલીના ડુંગરોમાં રહેલા ખનીજ સંપત્તિ વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં. વન્ય જીવ જંતુઓને ઓળખવાનો, પ્રત્યક્ષ અનુભવ બાળકોને મળી રહે તે માટે અજગર, કોબ્રા, અને ધામણ જેવા સરીસૃપ વિશેની માહિતી અને તેના ઉપાય અને સાવચેતીના પગલાંની જાણકારી સાચા અર્થમાં વન ભ્રમણની સફળતાને બિરદાવતા હતાં. સંકટ અને મુશ્કેલીના સમયે સાથી મિત્રને સહાયરૂપ બનવાનો નાનકડો ડેમો સ્કાઉટ ને ઉજાગર કરતો હતો.

85 વર્ષના ડોક્ટર સિધ્ધરાજ ભાઈ સોલંકી કે જેઓ ગુજરાત વિદ્યાપીઠ ના ડાયરેક્ટર પણ રહી ચૂકેલા છે અને ભાજપમાં આગેવાન રાજુભાઈ નિનામા અને પુનાજી,સરપંચશ્રી પાર્સિંગભાઈ અને સ્કાઉટ ગાઈડના જિલ્લાના હોદ્દેદારોએ ભાગ લીધો હતો .

જિલ્લા ચીફ કમિશનર આદરણીય અતુલ દીક્ષિત સાહેબના નેતૃત્વમાં તેમનામાં રહેલી દીર્ગદ્રષ્ટિનો લ્હાવો મળ્યો. સરળ, સૌમ્ય અને નિખાલસતા ભર્યો વ્યવહાર સાથે સ્કાઉટમા ઉત્તમ ચારિત્ય નિર્માણ, સેવા, રાષ્ટ્ર નિર્માણ માટે ભાવિ પેઢીમાં ઉત્તમ ગુણોની ખિલવણી માટે કટી બંધતાના દર્શન થયાં. સ્કાઉટ ગાઈડ માટે જીવનનો સૌથી શ્રેષ્ઠ વન ભ્રમણ કાર્યક્રમ રહ્યો. બાળકોને ઘણું જાણવા અને પ્રકૃતિના ખોળે રહી તેનું જતન કરી તેની સાથે મિત્રતા બાંધવાની એક તક મળી. ડોક્ટર ગોવિંદસિંહ મીનામા આદિવાસી આત્મશાળા માં વનભોજન થયુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશ્રમશાળા ના આચાર્ય ગાઇડર લીડર કૈલાસબેન બરંડા, રેંજર કમિશનર સોનલબેન ડામોરે કર્યું હતું.

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!