ઉત્તર પ્રદેશના કન્નૌજમાં જ્યારે ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરે હાઈવે પર એક રિક્ષાને રોકીને તપાસ કરી તો તે સ્તબ્ધ થઈ ગયો. કારણ કે, રિક્ષામાં તેની ક્ષમતા કરતા વધુ મુસાફરો બેઠા હતા. જ્યારે ઈન્સ્પેક્ટરે મુસાફરોની ગણતરી કરવાનું શરૂ કર્યું ત્યારે તેને જાણવા મળ્યું કે, રિક્ષામાં ઠાંસી ઠાંસીને કુલ 15 લોકોને બેસાડ્યા હતા. રિક્ષામાં ડ્રાઈવર સહિત 16 લોકો સવાર હતા. પૂછપરછ દરમિયાન, રિક્ષા ચાલક પગેથી વિકલાંગ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં કન્નૌજમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક મહિનો ચલાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન નિયમો વિરૂદ્ધ ચાલનારા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં ટ્રાફિક ઈન્સ્પેક્ટર દ્વારા તિરવા રોડ પર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેવામાં ઈન્સ્પેક્ટરની નજર એક રીક્ષા પર પડી. જ્યારે તેઓએ રીક્ષા રોકીને અંદર તપાસ કરી તો, તેઓ અંદરનું દ્રશ્ય જોઈને તેઓ દંગ રહી જાય છે.
ટ્રાફિક ઇન્સ્પેક્ટરની ગણતરી મુજબ, ડ્રાઇવર સિવાય 5, 6, 7 નહીં પરંતુ કુલ 15 મુસાફરો રીક્ષામાં બેઠા હતા. ત્યાર પછી તેમણે રીક્ષા ડ્રાઈવરને નીચે ઉતાર્યો અને તેને કડક ચેતવણી આપી. ડ્રાઇવરે હાથ જોડીને માફી માંગવાનું શરૂ કર્યું. જેના પર ઇન્સ્પેક્ટરે કહ્યું કે, જો અકસ્માત થયો હોતે તો તારા કારણે એક ડઝનથી વધુ લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત. હમણાં હાલમાં જ હરદોઈમાં પણ આવો જ એક અકસ્માત થઇ ચુક્યો છે.
ટ્રાફિક ઈન્સ્પેક્ટરનું નામ આફાક ખાન છે. જ્યારે તે વાહનોની તપાસ કરી રહ્યો હતો ત્યારે કન્નૌજ-તિરવા રોડ પર મુસાફરોથી ભરેલી એક રીક્ષા આવી રહી હતી. જ્યારે તેણે રીક્ષાને રોકી ત્યારે મુસાફરોથી ઠસો-ઠસ ભરેલી રીક્ષા જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે ઈન્સ્પેક્ટરે ગણતરી શરૂ કરી તો ડ્રાઈવર સહિત 16 લોકો તેમાં બેઠેલા જોવા મળ્યા. જ્યારે ટ્રાફિક ઈન્સ્પેક્ટરે સવાલ પૂછ્યો ત્યારે રીક્ષા ડ્રાઈવર બહાર આવ્યો અને હાથ જોડીને કહેવા લાગ્યો કે, હું અપંગ છું અને મારા નાના નાના બાળકો છે, મને માફ કરો.
જેના પર ટ્રાફિક ઈન્સ્પેક્ટરે હરદોઈની ઘટનાની ઉલ્લેખ કરીને કહ્યું કે, હું તને મુસાફરોના જીવ જોખમમાં મૂકવાની મંજૂરી આપી શકું નહીં. રીક્ષા ચાલક વારંવાર આજીજી કરતો રહ્યો. અંતે, ઈન્સ્પેક્ટરે રીક્ષાનું ચલણ કાપ્યું અને ડ્રાઈવરને ફરીથી આવી ભૂલ ન કરવા કડક સૂચના આપી.
આ મામલે SP અમિત કુમાર આનંદે જણાવ્યું કે, નવેમ્બર મહિનામાં ટ્રાફિક સેફ્ટી વીક ડે ચલાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ઓવરલોડિંગ અને ટ્રાફિકનો ભંગ કરનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં રીક્ષાનું ચલણ કાપવામાં આવ્યું છે. તેમાં 15 મુસાફરો બેઠા હતા. લોકો સુરક્ષિત રહે તે માટે પોલીસ દ્વારા આવા અભિયાનો સતત ચલાવવામાં આવી રહ્યા છે.