ઉત્તર પ્રદેશની બાગપત નગર પાલિકાના સફાઇ કામદારો હડતાળ પર ઉતરી ગયા હતા અને અત્યાર સુધી ક્યારેય ન સાંભળી હોય તેવી નવા પ્રકારની ચિમકી ઉચ્ચારી હતી. સામાન્ય રીતે કર્મચારીઓ હડતાળ પાડે તો ભુખ હડતાળ કરે, અથવા કામકાજ બંધ રાખવાની વાત કરે અથવા સફાઇ નહીં કરીશું એવી ચિમકી આપે, પરતું બાગપત નગર પાલિકાના સફાઇ કર્મચારીઓએ ઇસ્લામ ઝિંદાબાદના નારા લગાવ્યા અને કહ્યું કે જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવશે તો બધા સફાઇ કર્મીઓ સામૂહિક રીતે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લેશે.
સફાઇ કર્મીઓ એટલા માટે હડતાળ પર ઉતર્યા, કારણકે નગર પાલિકાએ બાગપત બહારની એક કંપનીને સફાઇનો કોન્ટ્રાક્ટ આપ્યો. કર્મચારીઓની માંગ હતી કે સ્થાનિક કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવે. સફાઇ કામદારોએ 15 મેટ્રીક ટન કચરો રસ્તા પર ઠાલવી દીધો હતો.