ઝારખંડની હેમંત સોરેન સરકાર રાજ્યની મહિલાઓને વાર્ષિક 30 હજાર રૂપિયા આપવાની યોજના બનાવી રહી છે. રાજ્યમાં સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ બુધવારે ચૂંટણી પંચને આવેદનપત્ર આપ્યું છે અને રાજ્યમાં ઝામુમો સન્માન યોજના લાગૂ કરવાની મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે. JMMએ કહ્યું હતું કે, ભાજપે ઝારખંડમાં ‘ગોગો દીદી યોજના’ લાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે, જે હેઠળ મહિલાઓને વાર્ષિક 25 હજાર રૂપિયા આપવાની વાત કહેવામાં આવી છે. JMMએ કહ્યું હતું કે, જો ચૂંટણી પંચને ખબર પડે છે કે ભજાપ તરફથી પ્રાસ્તાવિક કરવામાં આવેલી યોજના કાયદેસર છે તો તેણે અમારી યોજનાને પણ મંજૂરી આપવી જોઇએ.
શું છે JMMની યોજના?
વાસ્તવમાં હેમંત સોરેનની JMM સરકાર ઝામુમો સન્માન યોજના લાગૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેના માટે પાર્ટીએ ચૂંટણી પંચને આવેદનપત્ર આપ્યું છે. JMMની સરકારે આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા એટલે કે વાર્ષિક 30 હજાર રૂપિયાની આર્થિક મદદ ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. ઝામુમો સન્માન યોજનાને લઇને પાર્ટીના મહાસચિવ વિનોદ કુમાર પાંડેએ કહ્યું હતું કે, અમે પોતાની પ્રસ્તાવિત યોજના લાગૂ કરવા માટે ચૂંટણી પંચને આવેદન પત્ર આપ્યું છે.
મે મહિનામાં જાહેર કરવામાં આવેલી એક પ્રેસ નોટ મુજબ પંચની મંજૂરી વિના આ યોજના લાગૂ નહીં કરી શકાય. જો પંચને ખબર પડે છે કે ભાજપની પ્રસ્તાવિત યોજના કાયદેસર છે તો તેણે JMMની યોજનાને પણ મંજૂરી આપવી જોઇએ. JMMએ આરોપ લગાવ્યો કે, ભાજપ તરફથી એક ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ગોગો દીદી યોજના હેઠળ અરજદારોને રજીસ્ટ્રેશન કરવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ફોર્મમાં લોકો પાસે નામ, સરનામું, મોબાઇલ નંબર, પંચાયત, તાલુકા, જિલ્લાનું નામ અને અન્ય વિગતો માગવામાં આવી છે. JMM મુજબ આ યોજનામાં દરેક મહિલાને દર મહિનાની 11 તારીખ 2100 રૂપિયા અને દર વર્ષે 25000 રૂપિયા આપવાનો વાયદો કર્યો છે.