રતન ટાટાને તો આખો દેશ અને દુનિયા ઓળખે છે, કારણકે તેઓ ટાટા ગ્રુપના ચેરમેન હતા, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, રતન ટાટાના એક નાના ભાઇ પણ છે. રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું અને તેમના નાના ભાઇ જીમી ટાટા 83 વર્ષની વયે મુંબઇમાં રહે છે. રતન ટાટાથી માત્ર 3 વર્ષ નાના છે.
રતન ટાટાના નાના ભાઇ જીમી મુંબઇના કોલાબામાં આવેલા હેમ્પટન કોર્ટ બિલ્ડીંગમાં છઠ્ઠા માળે આવેલા 2BHK ફ્લેટમાં રહે છે. તેઓ મોબાઇલ પણ વાપરતા નથી અને ઘરમાંથી ભાગ્યેજ બહાર નિકળે છે. જીમી ટાટાના નજીકના લોકોનું કહેવું છે કે, તેઓ જુવાન હતા ત્યારે સ્ક્વોશના શ્રેષ્ઠ ખેલાડી હતી, પરંતુ તેઓ કોર્પોરેટ અને બિઝનેસ વર્લ્ડથી અલગ પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે.