જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી જીતી અને ઉમર અબ્દુલ્લાને મુખ્યમંત્રી બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોમાં ઉમર અબ્દુલ્લાએ જે નિવેદનો આપ્યા છે તેના પરથી એવા સંકેત મળી રહ્યો છે કે તેઓ ભાજપ અને NDAની નજીક જઇ રહ્યા છે.
ગુરુવારે ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે 4 અપક્ષોનું સમર્થમ મેળવી લીધું છે અને કોંગ્રેસ સાથે વાટાઘાટો ચાલ રહી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડી હોય તો પછી અબ્દુલ્લા કોંગ્રેસના સમર્થનીની વાત ચાલે છે એમ કેમ કહે છે?
તેમણે એમ પણ કહ્યું કે અમારે કેન્દ્રની સાથે સમન્વય રાખીને ચાલવાની જરૂર છે અને પ્રધાનમંત્રી એક સન્માનીય નેતા છે. ઉમર અબ્દુલ્લા આ પહેલા અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. મતલબ કે આ પહેલાં પણ તેમના NDA સાથે મધૂર સબંધો હતા.