fbpx

નીતિન પટેલે તેલની ભેળસેળ અંગે એવું નિવેદનન આપ્યું કે રાજકારણમાં ભડકો થયો

Spread the love

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું જેના પડઘા રાજકોટમાં પડ્યા. રાજકારણમાં પણ ભડકો થઇ ગયો.

નિતીન પટેલે કહ્યું કે, 1000 ઓઇલ મીલોમાંથી 600 એવી છે જેમાં ભેળસેળ થાય છે અને આ વાત તમે બધા જાણો છો, ભેળસેળ કરનારા અને તેલ લેનારા પણ જાણે છે. આવી રીતે નહીં ચાલે, કઇંક કરો, નહીં તો હું શું કરીશ એ સમજી લે જો, હું ગુજરાત સરકારને કહીને બધા જ ગોડાઉનો સીલ લગાવડાવી દઇશ.

તમે જે ખોળમાં ભેળસેળ કરો છો તેને કારણે પશુપાલકોને નુકશાન થાય છે, કારણકે પશુ ઓછું દુધ આપે છે અને ફેટની માત્રા પણ ઘટી જાય છે.

સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિસેયશનના પ્રમુખ કિશોર વીરડીયાએ નિતીન પટેલની વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, ગુજરાતમા સીંગતેલ સહિત વિવિધ તેલોમાં ભેળસેળ થાય છે આ વાત આજકાલની નથી, વર્ષોથી ચાલે છે અને આ બાબતે અમે સરકારને અનેક વખત રજૂઆતો પણ કરી છે.

જો કે, ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે કહ્યું, અમારા કોઇ સભ્યો ભેળસેળ કરતા નથી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!