

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કેસો વધી રહ્યા છે અને લોકોના આરોગ્યની સાથે ચેડાં કરવામાં આવે છે. હવે સરકાર આવા ભેળસેળિયાઓ માટે કડક બનવા જઇ રહી છે.
ગુજરાત સરકાર ફુડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ દંડની જોગવાઇઓમાં મોટા ફેરફાર કરવા જઇ રહી છે. હવે જો કોઇ વેપારી કે ઉત્પાદક દ્વારા હાનિકારક ખોરાક વેચવામાં આવશે જેને કારણે કોઇનું મોત થશે તો 7 વર્ષ અથવા આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ થશે.
રાજ્યના મંત્રી રૂષિકેશ પટેલે કહ્યુ કે, સરકાર હવે સામાન્ય ભેળસેળ પણ ચલાવશે નહીં. લોકોની પાસે સૂચનો મંગાવવામાં આવ્યા છે. જે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. એ સુચનોને આધારે સરકાર કાયદો બનાવશે.
