fbpx

પ્રાંતિજના બોભા ગામે કેબિનમાં મધરાતે આગ

Spread the love

પ્રાંતિજના બોભા ગામે કેબિનમાં મધરાતે આગ
– ગલ્લાનો તમામ સામાન બળીને ખાખ
    પ્રાંતિજ તા.૨૭|૬|૨૦૨૬

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામે આવેલા એક કેબિન (ગલ્લા)માં મોડી રાત્રે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો



પ્રાંતિજ ના બોભા ગામે આવેલ એક ગલ્લામા આગની જાણ થતાં જ  પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ ના કેપ્ટન મુકેશભાઇ પરમાર  , ગોપાલભાઈ સહિત ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી તેને ઓલવી નાખી હતી ફાયર ટીમની સમયસરની કામગીરીને કારણે આગ અન્ય સ્થળે ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી


આગની ઘટનામાં ગલ્લામાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે જોકે ઘટના રાત્રિના સમયે બનતાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!