પ્રાંતિજ ના મજરા ચોકડી પાસે ટ્રક મા આગ લાગી
-અમદાવાદ–હિંમતનગર નેશનલ હાઇવે-48 પર ખાલી ટ્રકમાં આગ, કોઈ જાનહાનિ નહીં


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં અમદાવાદ–હિંમતનગર નેશનલ હાઇવે-48 પર મજરા ચોકડી નજીક શનિવારે વહેલી સવારે ખંભાતથી હિંમતનગર તરફ જઈ રહેલી એક ખાલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું ફાયર બ્રિગેડે ઝડપી કામગીરી હાથ ધરી આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ ઓલવી દીધી હતી
આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી જોકે ટ્રકને આગના કારણે નુકસાન થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે