fbpx

કેનેડાના વિઝિટર વિઝાના નામે રૂ.૨૬ લાખની છેતરપિંડી અંગે પ્રાંતિજ પોલીસમાં ગુનો ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

Spread the love


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કેનેડા વિઝિટર વિઝા અપાવવાના નામે રૂ.૨૬ લાખની છેતરપિંડી કરવાના આક્ષેપસર ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે


પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ તાલુકાના મજરા ગામના ફરિયાદી સુનિલકુમાર મનુભાઈ પટેલ તથા સાહેદોને વિઝિટર વિઝા મારફતે કેનેડા મોકલવાની વાત આરોપીઓએ કરી હતી આરોપીઓએ કુલ રૂ.૨૬ લાખમાં કેનેડા મોકલી આપવાનું જણાવી ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે રૂ.૨૬ લાખની રકમ મેળવી હતી આરોપીઓ દ્વારા કેનેડાના વિઝિટર વિઝા અપાવવામાં આવ્યા ન હોવાનું તેમજ લીધેલી રકમ પણ પરત આપવામાં આવી ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ રીતે ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી એકબીજાની મદદગારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છેઆ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં A-પાર્ટ ગુનો નં. ૧૧૨૦૯૦૪૧૨૬૦૯૦૯/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધાયો છે

ફરિયાદી દ્વારા અગાઉ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં L.A.P. નં.૧૬/૨૦૨૬થી અરજી આપવામાં આવી હતી તપાસ દરમિયાન ગુનાહિત બાબતો જણાઈ આવતા હવે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ રેકર્ડમાં નોંધાયું છે આ ગુનામાં આરોપીઓ તરીકે ભરતભાઈ ભક્તિભાઈ પટેલ રહે. અમીનપુર, તા. પ્રાંતિજ ,  વિનુભાઈ સાંકાભાઈ પટેલ રહે. મજરા, તા. પ્રાંતિજ , રાજેન્દ્રસિંહ દશરથસિંહ ચાવડા અમદાવાદ તેમજ દક્ષેશભાઈ રાજેન્દ્રભાઈ શાહના નામ નોંધાયા છે હાલ પ્રાંતિજ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે ફરિયાદમાં દર્શાવાયેલી રકમ, વિઝા પ્રક્રિયા તથા આરોપીઓની ભૂમિકા અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!