
પ્રાંતિજ ના કતપુર નજીક પીકઅપ ડાલું પલટી ખાતા અકસ્માત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર નજીક વડવાસા પાટીયા પાસે પીકઅપ ડાલું પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો




હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે ૪૮ પ્રાંતિજ ના વડવાસા પાટીયા પાસે રાજસ્થાન થી અમદાવાદ તરફ જઈ રહેલું પીકઅપ ડાલું નંબર MH 50 N 3652 અગમ્ય કારણોસર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની વચ્ચે જ પલટી ખાઈ ગયું હતુંઅકસ્મતની જાણ થતાં સાબરકાંઠા ઇન્ટરસેપ્ટર સ્ટાફ તેમજ હાઇવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી ટીમે ટ્રાફિકને ડાયવર્ટ કરી વાહન વ્યવહારને હળવો કર્યો હતો
ત્યારબાદ ક્રેનની મદદથી પલટી ખાધેલા બોલેરો પીકઅપને સીધું કરી માર્ગની સાઈડમાં ખસેડવામાં આવ્યું હતુંસ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ કતપુર નજીકના આ માર્ગની સપાટી લીસી થઈ જવાને કારણે વાહનો બેકાબૂ બનવાના બનાવો વારંવાર બની રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી સતત વાહનો પલટી ખાવાની ઘટનાઓ સામે આવી રહી હોવાથી માર્ગની સપાટીની યોગ્ય તપાસ કરી જરૂરી સમારકામ અને તકેદારીના પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે