fbpx

પ્રાંતિજમાં ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય મહેંદી હરીફાઈ યોજાઈ

Spread the love

પ્રાંતિજમાં ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય મહેંદી હરીફાઈ યોજાઈ
–  ૫૦ થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
-પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરી



 દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાના પર્વ એવા ૧૫ ઓગસ્ટના પાવન અવસરે મહિલાઓમાં રહેલી કલા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના હેતુથી જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ, સહેલી તથા મધુરમ બ્યુટીકેરના સંયુક્ત ઉપક્રમે ભવ્ય મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું

મહેંદી હરીફાઈમાં ૫૦ થી વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં બહેનોએ વિવિધ આકર્ષક અને કલાત્મક મહેંદી ડિઝાઇન બનાવી પોતાની સર્જનાત્મકતા અને કૌશલ્યનો સુંદર પરિચય કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો હરીફાઈમાં નિર્ણાયક તરીકે કુરેશી રિજવાનાબાનું ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્પર્ધકોની મહેંદીની ડિઝાઇન, કલાત્મકતા, સ્વચ્છતા, બારીકાઈ અને સર્જનાત્મકતાનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ પાંચ વિજેતાઓની પસંદગી કરી હતી પ્રથમથી પાંચમા ક્રમ સુધી વિજેતા બનેલી બહેનોને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતીઆ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, આવી રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓમાં રહેલી પ્રતિભાને યોગ્ય મંચ મળે છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે મહેંદી જેવી પરંપરાગત કળાને હરીફાઈના માધ્યમથી પ્રોત્સાહન આપવાથી નવી પેઢીમાં પણ કલા અને સંસ્કૃતિ પ્રત્યેનો રસ જળવાઈ રહે છે કાર્યક્રમમાં જાયન્ટ્સ સ્પેશિયલ કમિટી મેમ્બર મુંબઈ વ્રજેશભાઈ ભાવસાર, યુનિટ ડાયરેક્ટર યુનિટ-7 હર્ષાબેન ભાવસાર, પ્રમુખ દર્શીલભાઈ દેસાઈ, મંત્રી હાર્દિક બ્રહ્મભટ્ટ, મધુરમ બ્યુટીકેરના બ્યુટીશિયન દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, સહેલી મંત્રી શ્રદ્ધાબેન પટેલ, હિરલબેન સોની તેમજ સભ્યો સુરેશ રાવલ, હરીશ બારોટ અને રાહુલ રામી સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતાઆ કાર્યક્રમને સફળ બનાવવા જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ, સહેલી અને મધુરમ બ્યુટીકેરના સભ્યો તથા સહયોગીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને વધુ યાદગાર બનાવતી આ મહેંદી હરીફાઈ બહેનો માટે પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરવા માટેનું સુંદર મંચ બની રહી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!