fbpx

16 વર્ષની ઉંમરે AI કંપની બનાવી બન્યો ‘બોસ’, પિતાને આપે છે 2 લાખ પગાર

Spread the love

16 વર્ષની ઉંમરે AI કંપની બનાવી બન્યો 'બોસ', પિતાને આપે છે 2 લાખ પગાર

ક્રિકેટથી લઈને બોલીવુડ અને બિઝનેસ સુધી, GEN Z દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહ્યા છે. આ પેઢીના યુવાનો ફક્ત તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં જ શ્રેષ્ઠ નથી, પરંતુ નાની ઉંમરે જ, તેઓ એવા કામ પણ કરી રહ્યા છે જેની પુખ્ત વયના લોકો પણ કલ્પના કરી શકતા નથી. જે ​​ઉંમરે મોટાભાગના લોકો તેમના ભાવિ કારકિર્દીના માર્ગને સમજવા માટે સમય કાઢે છે, તે ઉંમરે કેરળના 16 વર્ષના છોકરાએ પોતાનું AI સ્ટાર્ટઅપ શરૂ કર્યું. એટલું જ નહીં, તેણે પોતાના કામ દ્વારા તેના પિતાને પણ નોકરીએ રાખ્યા.

રાઉલ જોન અજુએ 9 વર્ષની ઉંમરે જાતે AI શીખવાનું શરૂ કર્યું. 12 વર્ષની ઉંમરે, જોને પોતાનો પહેલો રોબોટ બનાવ્યો. અને 16 વર્ષની ઉંમરે, તેણે 12મા ધોરણમાં અભ્યાસ કરતી વખતે પોતાની AI કંપની શરૂ કરી. હવે, તે પોતાના સ્ટાર્ટઅપમાં 15 લોકોની ટીમનું નેતૃત્વ કરે છે અને 15થી વધુ AI ટૂલ્સ બનાવી ચુક્યો છે.

Raul John Aju

ફક્ત 16 વર્ષના દીકરા માટે, પોતાના પિતાને પોતાની કંપનીમાં કર્મચારી તરીકે રાખવા અને તેને 2 લાખ રૂપિયાનો પગાર આપવો એ ઘણા લોકો માટે એક સ્વપ્ન જેવું છે. પરંતુ જોન અજુની વાર્તાની સૌથી ઇંટ્રેસ્ટિંગ વાત એ એ નથી કે તેણે કેટલા AI ટૂલ્સ બનાવ્યા છે, અથવા તેણે કેટલા લોકોને તાલીમ આપી છે, અથવા તે કેટલા મોટા પ્લેટફોર્મ સુધી પહોંચ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આટલી નાની ઉંમરે આટલું બધું હાંસલ કરવા છતાં, તે સમજે છે કે, હજુ પણ ઘણી બધી વસ્તુઓ છે જે તે એકલા શીખી શકતો નથી.

જોનની આખી વાર્તાનો સૌથી રસપ્રદ અને ખાસ ભાગ એ છે કે, માત્ર 16 વર્ષની ઉંમરે, તે ફક્ત પોતાની કંપની જ ચલાવી રહ્યો નથી પરંતુ તેના પિતાને પણ નોકરીએ રાખ્યા છે. તેના પિતા, અજુ જોસેફને એમેઝોન, એડોબ, વિપ્રો અને IBM જેવી મોટી કંપનીઓમાં કામ કરવાનો વર્ષોનો અનુભવ છે.

જોન માને છે કે વ્યવસાય અને ટેકનોલોજીની દુનિયાને સમજવા માટે ફક્ત ફોન પર શીખવું એ પૂરતું નથી. તેને આ ક્ષેત્રમાં વ્યાપક અનુભવ ધરાવતા વ્યક્તિના ટેકાની જરૂર છે. આ જ કારણ છે કે તેણે તેના પિતાને તેની કંપનીમાં કામ કરવાની તક આપી. જોન મજાકમાં એમ પણ કહે છે કે તેના પિતા આ કંપનીમાં હોવાથી તેનું માર્કેટિંગ પણ ઘણું થઇ રહ્યું છે.

Raul John Aju

જોનની સફર હવે કેરળમાં તેમની શાળા અને વર્ગખંડ સુધી મર્યાદિત નથી. AI ક્ષેત્રમાં તેમના કાર્યને કારણે તેઓ ટેકનોલોજી, શિક્ષણ અને સરકારી સેવાઓ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ ચર્ચાઓનો ભાગ બન્યા છે. તેમણે કેરળ અને દુબઈમાં શરૂ કરાયેલી અનેક પહેલોમાં પણ યોગદાન આપ્યું છે.

જોને 2026માં નવી દિલ્હીમાં ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં પણ ભાગ લીધો હતો. ત્યાં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આયોજિત બાળ સુરક્ષા અને AI પરના સત્રમાં ભાગ લીધો હતો અને તેમનું ઉદ્ઘાટન ભાષણ પણ આપ્યું હતું. આ દરમિયાન, તેઓ UNના ખાસ દૂત અમનદીપ ગિલને મળ્યા. તેમને UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે વાતચીત કરવાની પણ તક મળી.

Raul John Aju

રાઉલ જોન અજુની વાર્તા 16 વર્ષની ઉંમરે કરોડો ડૉલરના વ્યવસાય અથવા AIની દુનિયામાં પોતાનું નામ બનાવવા સુધી મર્યાદિત નથી. તેમની સફર એ બતાવે છે કે શરૂઆત કરવા માટે તમારે ઉંમર કે ડિગ્રીની રાહ જોવાની જરૂર નથી. માત્ર 9 વર્ષની ઉંમરે AI શરૂ કરીને, રાઉલે હવે 15થી વધુ AI ટૂલ્સ બનાવ્યા છે અને લગભગ 500,000 લોકોને તાલીમ આપી છે. તેમનું માનવું છે કે નવી વસ્તુઓ શીખવી, પ્રશ્નો પૂછવા અને કંઈક નવું બનાવવાનો પ્રયાસ કરવો એ ગુણ અને ડિગ્રી કરતાં વધુ મહત્વપૂર્ણ છે. તેમની વાર્તા GEN Zના યુવાનો માટે એક ઉદાહરણ તરીકે સ્થાપિત થાય છે, જેઓ તેમના વિચારોને હકીકતમાં બદલવા માંગે છે.

Leave a Reply

error: Content is protected !!