fbpx

પ્રાંતિજ ના આંગણવાડીના ભૂલકાઓ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

Spread the love

– જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ દ્રારા આંગણવાડી ના ભૂલકાઓ સાથે ઉજવણી કરી 

સાબરકાંઠા જિલ્લા ના જિલ્લાના પ્રાંતિજ શહેરમાં ૮૦ મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી હતી જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ દ્વારા હરિજનવાસ ખાતે આવેલી આંગણવાડીના નાનકડા ભૂલકાઓ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આ પ્રસંગે આંગણવાડીના બાળકોને ફળો તથા ચોકલેટનું વિતરણ કરી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો તેમજ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ અને રાષ્ટ્રધ્વજના સન્માન અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ દરમિયાન આંગણવાડીના ભૂલકાઓએ ઉત્સાહભેર “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના દેશભક્તિના નારા લગાવી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું બાળકોમાં પણ ભારે ખુશી જોવા મળી હતીઆ કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડના સ્પેશિયલ કમિટી મેમ્બર મુંબઈ વ્રજેશભાઈ ભાવસાર, મંત્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ તથા સુરેશભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતાઆ ઉપરાંત ઇસનપુર-મગોડી આંગણવાડી ખાતે પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ સહેલીના ઉપપ્રમુખ શ્રીમતી સોનલબા ઝાલા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમણે બાળકોને દેશપ્રેમ, રાષ્ટ્રધ્વજનું સન્માન તથા સ્વાતંત્ર્ય દિવસના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું આંગણવાડીના નાનકડા ભૂલકાઓ સાથે ઉજવાયેલ આ સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ આનંદ, દેશભક્તિ અને સામાજિક સેવાનો સુંદર સંદેશ આપી ગયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!