fbpx

પ્રાંતિજ  વૃધ્ધાશ્રમ ખાતે ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી

Spread the love

પ્રાંતિજ  વૃધ્ધાશ્રમ ખાતે ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી

–  જયંતીભાઈ ચતુરભાઇ પટેલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું

– ઉપસ્થિત વૃધ્ધોએ પણ ત્રિરંગા ને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરી

   

સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી ભારતસભરમાં કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે આવેલ વૃધ્ધાશ્રમ માં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

 પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ વૃધ્ધાશ્રમ ખાતે પણ વૃધ્ધાશ્રમ ના સંચાલક વિભાષભાઇ દ્રારા દર વર્ષ ની જેમ આ વખતે પણ ૮૦  મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જયંતિભાઈ ચતુરભાઇ પટેલ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે અરવિદ મીલ રિટાયર્ડ સ્ટાફ ગૃપ અને વૃધ્ધાશ્રમ ની આજુબાજુમા રહેતા બાળકો સહિત સૌ એકત્રિત થઈ રમતગમત રમી સંપૂર્ણ દિવસ આનંદ-મંગલ મોજ મજાથી ઉજવ્યો હતો વૃધ્ધાશ્રમ ના વૃધ્ધો દ્વારા તિરંગા ને સલામી આપી હતી અને દેશ ભકિત ના ગીતો ગાઈ ને દેશભકિત ના રંગમા રગાયા હતા અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!