fbpx

પ્રાંતિજ સિવિલ કોર્ટ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

Spread the love

પ્રાંતિજ સિવિલ કોર્ટ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
– જજ એસ.એમ શુક્લ દ્રારા ધ્વજ વંદન કરવામા આવ્યુ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન નજીક આવેલ પ્રાંતિજ સિવિલ કોર્ટ ખાતે ૧૫ ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી


કોર્ટ સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એસ.એમ. શુક્લ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત સાથે દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતીઆ પ્રસંગે પ્રાંતિજ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સભ્યો સહિત મોટી સંખ્યામાં વકીલો, કોર્ટ સ્ટાફ, નર્સિંગની વિદ્યાર્થીનીઓ, પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતાસ્વાતંત્ર્ય દિનની ઉજવણી દરમિયાન ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!