પ્રાંતિજ નજીક જેંસગપુરા પાટિયા પાસે હાર્ડવેર ભરેલી ટ્રક પલ્ટી, ચાલકનો આબાદ બચાવ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક જેંસગપુરા પાટિયા પાસે આજે એક હાર્ડવેરના સામાનથી ભરેલી ટ્રક પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતોટ્રક દિલ્હીથી રાજકોટ તરફ જઈ રહી હતી



પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રકની આગળ જઈ રહેલી બસને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો પરિણામે ટ્રક જેંસગપુરા પુલના છેડે પલ્ટી ખાઈ ગઈ હતી અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન થયું હતુંજોકે સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથીઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ટ્રક પલ્ટી જતાં થોડા સમય માટે સર્વિસ રોડ પર ટ્રાફિકની અવરજવર પ્રભાવિત થઈ હતી બાદમાં ટ્રકને હટાવવાની કામગીરી હાથ ધરાતા વાહનવ્યવહાર ફરીથી સામાન્ય બન્યો
પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે