

કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં રાઇટ ટૂ એજ્યુકેશન ( RTE)ના કાયદો લાગૂ કર્યો હતો. આ કાયદા હેઠળ તમામ પ્રાઇવેટ સ્કુલોએ RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી પાસે કોઇ પણ પ્રકારની ફી લેવાની નથી. મતલબ કે તેમને મફતમાં શિક્ષણ આપવાનું છે,
પરંતુ ભાજપના જ નેતાઓ કેન્દ્ર સરકારના નિયમના ધજાગરા ઉડાવી રહ્યા છે. ગુજરાતના દેવગઢ બારિયામાં રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કુલ આવેલી છે જે ભાજપ નેતા અને દેવગઢ બારીયા નગર પાલિકાના પ્રમુક ધર્મેશ કલાલની છે. આ શાળામાં RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પાસે ફી વસુલવામાં આવે છે અને એક બે નહી કુલ 80 વિદ્યાર્થીઓ પાસે ફી લેવામાં આવી છે જેમણે RTE હેઠળ પ્રવેશ મેળવલો છે.
