fbpx

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

Spread the love
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ ગાંધી આણંદ આવે તે પહેલા વડોદરા એરપોર્ટ બહાર તેમની કાર સામે કોંગ્રેસના એક કાર્યકરે રાહુલ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના જોરશોરથી નારા લગાવ્યા. આ કાર્યકરનો ઉત્સાહ જોઇને રાહુલે તેમને બોલાવ્યા અને નંબર લીધો હતો અને કહ્યું હતું કે, તમને પછી મળવા બોલાવીશ.

કોંગ્રેસના આ કાર્યકરનુ નામ મિતેશ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. મિતેશે કહ્યું કે, હું રાહુલ ગાંધીને કહીશ કે, ગુજરાતમાં ક્યારની કોંગ્રેસની સરકાર બની ગઇ હતે, પરંતુ કોંગ્રેસના મોટા નેતાઓએ જ ગુજરાતની ઘોર ખોદી છે. નાના કાર્યકરોને આગળ આવવા દેવાતા નથી.

error: Content is protected !!