
સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ એન્ર્જિ કોર્પોરેશન તમામ ગ્રાહકોને મફત વીજળીનો પ્રસ્તાવ મુક્યો હતો તેની સુનાવણી વખતે CJI સુર્યકાંત અને તેમની બેંચે આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, માત્ર આ કેસ પુરતુ નહીં પરંતુ આખા દેશને અમે કહેવા માંગીએ છીએ કે મફતની રેવડી આપવાનું બંધ કરો અને તેને બદલે રોજગાર આપો.
આપણે દેશને કેવી સંસ્કૃતિ આપી રહ્યા છીએ. લોકોને મદદ કરવી એ રાજ્ય સરકારની ફરજ છે, પરંતુ તમે ચૂંટણીના સમયે જ કેમ મફત સુવિધાઓ લઇને આવો છો. તમે મફતમાં ગેસ, અનાજ અને રૂપિયા ટ્રાન્સફર કરો છો તો લોકો પછી કામ જ શું કામ કરશે તેવો સવાલ કોર્ટ પુછ્યો હતો.
દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને છેલ્લાં 7 વર્ષમાં 77 લાખ કરોડ રૂપિયાની રેવડી વહેચી છે.