
રાજ્યસભા સાંસદ પરિમાલ નથવાનીએ રાજ્યસભામાં સવાલ પુછ્યો હતો કે, ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવ પરથી કેન્દ્ર સરકારને 5 વર્ષમાં કેટલો ટોલ ટેક્સ મળ્યો છે? કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવ મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપતા કહ્યું હતુ કે, છેલ્લાં 5 વર્ષમાં ગુજરાત તરફથી સરકારને 20382 કરોડ રૂપિયો ટેક્સ મળ્યો છે. મતલબ કે દર વર્ષે ગુજરાત તરફથી સરકારને 4000 કરોડનો ટોલ ટેક્સ મળે છે.
ગડકરીએ કહ્યું કે તેની સામે કેન્દ્ર સરકારે ડેવલપમેન્ટ અને જાળવણી માટે 48236 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
આ ઉપરાંત ગડકરીએ કહ્યું હતું કે, વાપી-સુરત વચ્ચે 16 પુલ અને ફ્લયા ઓવર અંડરપાસનું કામ ચાલી રહ્યું છે જે જાન્યુઆરી 2027 સુધીમાં પુરુ થઇ જશે.