
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ પુછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો હતો કે, 2 શહેરોમાંથી જ દારૂના વેચાણમાંથી મળેલા ટેક્સ પેટે સરકારને 116 કરોડ રૂપિયાની આવક થઇ છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવલાએ વિધાનસભામાં સવાલ પુછ્યો હતો કે, પરમીટ વાળા દારૂના વેચાણથી સરકારને કેટલી આવક થઇ?
સરકારે જવાબ આપ્યો કે અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 32 હોટલોમાં દારૂની પરમીટ આપવામાં આવી છે જેના વેચાણ પેટે સરકારને 116 કરોડ રૂપિયા ટેક્સ પેટે આવક મળી છે.
આ ઉપરાંત સરકારે કહ્યુ કે, છેલ્લાં 2 વર્ષમાં 1200થી વધારે નવી અરજીઓ નવી પરમીટ માટે આવી છે. વર્ષ 2024-25માં 292 અરજીઓ આવી અને 1 જાન્યુઆરી 2025થી 1 જીન્યુઆરી 2026 સુધીમાં 956 નવી અરજીઓ સરકારને મળી છે.