fbpx

બાબા સિદ્દીકીએ બિહારમાં ઘડિયાળ રિપેરીંગથી માંડીને મુંબઇમાં દબદબો ઉભો કર્યો હતો

Spread the love

બિઝનેસ, પોલિટિક્સ અને બોલિવુડમાં જેમનો દબદબો હતો તેવા બાબા સિદ્દિકી પર રવિવારે મુંબઇમાં હુમલો થયો અને તેમણે જીવ ગુમાવ્યો. બાબા  બિહારના પટનામાં જન્મેલા અને તેમના પિતા ઘડીયાળ રીપેરીંગનું કામ કરતા હતા, બાબા પણ મદદ કરતા હતા. એ પછી મુંબઇ આવ્યા અને મુંબઇમાં કોલેજ સુધી અભ્યાસ કર્યો.

બાબા સિદ્દીકીનું આખું નામ બાબા જિયાઉદ્દીન સિદ્દીકી છે અને તેઓ મુંબઇમાં ઇફતાર પાર્ટીઓ કરવા માટે જાણીતા હતા. બાબાએ તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત કોંગ્રેસ સાથે કરી હતી અને બાંદ્રા-વેસ્ટની બેઠક પરથી 3 વખત ધારાસભ્ય બન્યા હતા. 2024માં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી અને અજિત પવારની NCPમાં જોડાયા હતા. તેઓ પત્ની અને બે બાળકોને વિલાપ કરતા છોડી ગયા છે. તેમની દીકરી ડોકટર છે અને પુત્ર જિયાન કોંગ્રેસનો ધારાસભ્ય છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!