અંડર બ્રીજનુ કામ ચાલુ થતા નગરજનોની માંગ સંતોષાઇ
પ્રાંતિજ ખાતે અંડર બ્રીજનુ કામ ચાલુ થતા નગરજનોમા ખુશી
– સાંસદ દ્રારા પ્રથમજ બોલે સિક્સ મારી નગરજનોને દિવાળીની ભેટ આપી
– ૩.૪૭ કરોડ ના ખર્ચે નવીન અંડર બ્રીજ બનશે
– ઓક્ટોબર -૨૦૨૪ થી ચાલુ થયેલ કામ ૨૦૨૫ સુધી મા પૂર્ણ થશે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ ઉપર સાંસદની રજુઆત બાદ તાત્કાલિક અંડર બ્રીજ મજુર થઈ કામ ચાલુ થતા નગરજનો સહિત આ વિસ્તાર ના લોકોમા ખુશી જોવા મળી
અમદાવાદ-હિંમતનગર રોડ ઉપર આવેલ પ્રાંતિજ ખાતે છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવે ઉપર આવેલ શ્રી માલ્કડેશ્વર મહાદેવ , સિવિલ , દશામા મંદિર , સરકારી આઇટીઆઇ , સ્મશાન , આવાસ સહિત જતો મુખ્ય માર્ગ નવીન બનેલ સીકસ લાઇન ને લઈ ને વર્ષો જુનો રસ્તો બંધ થયો હતો અને જેને લઈ ને નગરજનો તથા આવિસ્તાર ના લોકો દ્રારા અનેકવાર રજુઆતો કરી હતી પણ અંડર બન્યો ન હતો ત્યારે ચાર વર્ષ બાદ સાંસદ ની ચુંટણી આવતા ચુંટણી મા શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ની શાનદાર જીત થતા નગરજનો દ્રારા તેવો સમક્ષ અંડર બ્રીજ ની માંગ સાથે આ અંગે રજુઆત સાંસદ શોભનાબેન ને કરતા સાંસદ શોભનાબેન દ્રારા આ અંગે દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ મંત્રી નિતીનભાઇ ગડકરી ને મળીને શાનદાર , ધારદાર રજુઆત કરી લોકો ને પડી રહેલ મુશ્કેલીઓ થી ખરેખર તેવોને વાકેફ કરી લોકોના પ્રશ્નોનો હલ લાવવા રજુઆત કરતા કેન્દ્રીય માર્ગ મંત્રી દ્રારા તાત્કાલિક અંડર બ્રીજ મજુર કર્યો હતો તો ૩.૪૭ કરોડ ના ખર્ચે નવીન બનનાર અંડર બ્રીજ નુ કામ ઓક્ટોબર ૨૦૨૪ થી કામ ચાલુ થતા નગરજનો મા ખુશી જોવા મળી હતી તો ચુટણી જીત્યાબાદ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા તાત્કાલિક પ્રજાલક્ષી કામો મા સમય આપી તાત્કાલિક અંડર બ્રીજ લોક માંગ ને લઈ ને મજુર કરતા સાંસદ દ્રારા પ્રથમ બોલેજ સીકસ મારી નગરજનોને દિવાળી ની ભેટ આપી છે ત્યારે હાલતો અંડર બ્રીજ નુ કામ ચાલુ થતા નગરજનો મા ખુશી જોવા મળી મળી રહી છે
જીલ રાવલ પ્રાંતિજ