પ્રાંતિજ નગરમાં વીજ કંપની દ્વારા અપાતા ચબરખી જેવા બિલોને લઈને લોકોને હાલાકી
– રહેઠાણનાં પુરાવા તરીકેનો આ આધાર થોડા દિવસમાં જ કોરો કટ થતાં રહીશોને મૂંઝવણ
સાબરકાંઠા ના પ્રાંતિજ શહેરમાં વીજ કંપની દ્વારા પ્રિન્ટર મશિનથી ચબરખી જેવા બિલો આપવામાં આવે છે જેમા પ્રિન્ટ થયેલી વિગતો થોડાં દિવસોમાં જ ઉડી જાય છેતો વળી વીજ બિલ એ વહીવટી તંત્ર માટે જરૂરી ડોક્યુમેન્ટ હોઈ કંયાક રજુ કરવું હોય તો શું રજુ કરવું ? તેવો પ્રશ્ન રહીશોમાં ઉઠવા પામ્યો છે યુજીવીસીએલ ગ્રાહકોને પ્રિન્ટરના બિલોને બદલે અગાઉ અપાતાં છાપેલા મોટા બિલો જ આપવામાં આવે તેવી લોકલાગણી જન્મી છે
પ્રાંતિજ શહેરમાં યુજીવીસીએલના હજારો ગ્રાહકો છેલ્લા ઘણા સમયથી નવી મૂંઝવણનો શિકાર બન્યા છેવીજ કંપની દ્વારા તેના ગ્રાહકોને પ્રિન્ટર મશિનથી નાના ચબરખી જેવા બિલો આપવામાં આવે છે પ્રથમ તો તેનું પ્રિન્ટીગ અવાચ્ય હોય છેઅને ગ્રાહકો બિલની રકમ ભરવાની સગવડ કરે તેટલા દિવસમાં તે ચબરખી ઉપરની રકમ સહિત ની વિગતો ઉડી જાય છેજેના કારણે ગ્રાહકે રેલવે સ્ટેશને આવેલ વીજ કચેરી સુધીનો એક કિમીજેટલો ધરમ ધક્કો ખાવો પડે છે આ બિલ અત્યંત નાની સાઈઝના હોવાથી તેમાં અગાઉના મોટા બિલો જેટલી વિગતો પણ હોતી નથીવળી થોડા દિવસમાં જ ચબરખી કોરીકટ થઈ જવાને લીધે રેકર્ડમાં રહીં શકતી નથી એટલું જ નહીં મુખ્ય પ્રશ્ન તો એ છે કે, રહેઠાણનાં પુરાવા તરીકે વીજબિલ રજું કરવાનું હોય તો શું કરવું ? ત્યારે પ્રાંતિજવાસીઓની લાગણી અને માંગણી છે કે, ઉત્તર ગુજરાત વીજ કંપની તેના ગ્રાહકોને અગાઉ જેમ પ્રિન્ટેડ મોટા બિલો જ આપે રાજ્કીય આગેવાનો તથા વેપારી મંડળ સક્રિય થઈ લોકોની હાલાકી નિવારવા વીજતંત્રને રજુઆત કરે તે જરૂરી છે
જીલ રાવલ પ્રાંતિજ