આપણા દેશમાં 20-25 વર્ષની ઉંમરને લગ્ન કરવા યોગ્ય સમજવામાં આવે છે, પરંતુ આજ-કાલના યુવાનો એમ વિચારતા નથી. દરેક પહેલા પોતાની જિંદગી સેટલ કરવા માંગે છે. એવામાં લગ્ન કરવા માટે વિચારવું થોડું મુશ્કેલ થઈ જાય છે. એવા જ એક વિચાર સાથે એક મહિલાએ જિંદગીના 73 વર્ષ કાઢી દીધા અને હવે તે આ ઉંમરના પડાવામાં પોતાના યોગ્ય વરની શોધ કરી રહી છે. ચાલો તો જોઈએ કે આ આખી ઘટના ક્યાં છે અને શા માટે એ મહિલા લગ્ન કરવા માંગે છે.
એક કહેવત છે કે પ્રેમ અને લગ્નની કોઈ ઉંમર નથી હોતી. તેનું એક ઉદાહરણ કર્ણાટકના મૈસુરમાં જોવા મળ્યું છે. અહીં એક 73 વર્ષીય રિટાયર્ડ મહિલા શિક્ષકે લગ્ન માટે જાહેરાત આપી અને એ જાહેરાત પર એક 69 વર્ષીય વ્યક્તિએ પ્રતિક્રિયા પણ આપી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના કર્ણાટકના મૈસુરની છે. અહીં એક લગ્નની જાહેરાત ખૂબ ચર્ચામાં છે. જાહેરાતમાં વૃદ્ધ મહિલાએ પોતાનાથી વધારે ઉંમરના જીવનસાથીની વાત કહી છે. મહિલાએ જાહેરાતમાં કહ્યું છે કે તે એકાંકી જીવન જીવી રહી છે અને તેને જીવન સાથીની શોધ છે.
બેંગ્લોરના નારીવાદી કાર્યકર્તા વૃંદા આદિગેએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે એ વાસ્તવમાં ખૂબ સારું છે. ઉંમરની આ વાત સાથે કોઈ લેવા-દેવા નથી કે કોઈ કોઈને જીવનસાથી બનાવવા માંગે છે. આપણે બધાએ આ વાતનું સન્માન કરવું જોઈએ. આપણે લાંબા સમયથી એ ધારણામાં રહીએ છીએ કે યુવાવસ્થામાં જ લગ્ન કરવા જોઈએ. એક રિપોર્ટ મુજબ, આ જાહેરાત પર એક 69 વર્ષના વ્યક્તિએ પ્રતિક્રિયા આપી છે. એ વ્યક્તિ એન્જિનિયર હતો અને હવે રિટાયર થઈ ચૂક્યો છે. જોકે આ બાબતે અત્યારે વધુ જાણકારી સામે આવી નથી.
વૃદ્ધ મહિલાનું કહેવું છે કે મારું કોઈ પરિવાર નથી. મારા પહેલા લગ્નનો અંત છૂટાછેડાના રૂપમાં થયો. મને એકલા રહેવામાં ડર લાગે છે. મને લાગે છે કે હું ઘર પર પડી જઈશ, મને બસ સ્ટોપથી ઘરે સુધી આવવામાં ડર લાગે છે. આજ કારણ છે કે હું લાઈફ પાર્ટનરની શોધ કરી રહી છું, તેને પારંપરિક રીતે લગ્ન અને પતિથી વધારે તે પોતાના માટે એક એવા સાથીની શોધ કરી રહી છે જે બાકીની ઉંમર સાથી બનીને હંમેશા સાથે રહે. તેણે પતિ સાથે પોતાની બચેલી જિંદગી વિતાવવી છે.
જાણકારી મુજબ એ મહિલાના પહેલા પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા, એ ખૂબ ડરાવણો અનુભવ હતો. મહિલાએ વર્ષો સુધી લગ્ન ન કર્યા. જોકે હવે મહિલા ફરીથી લગ્ન કરવા તૈયાર થઈ છે. આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક તરફ યુવા વર્ગ સમર્થન કરી રહ્યો છે તો કેટલાક લોકોનું કહેવું છે કે મહિલાના આ નિર્ણઅન સમજીક રૂઢીને તૂટતાં ક્રમના રૂપમાં જોવામાં આવવો જોઈએ. તો બીજી તરફ કેટલાક લોકો મહિલાને સાવધાન રહેવાની સલાહ આપણ આપી રહ્યા છે.