ગુજરાત પોલીસ હવે ટ્રાફીકના નિયમોનો ભંગ કરનાર સામે નવી સીસ્ટમ લાવી રહી છે અને અમદાવાદમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઇ ગયો છે.
ગુજરાતમાં પહેલીવાર PCR ઇન્ટપસેપ્ટર કારમાં મુવીંગ ડેશકેમ લગાવવામાં આવશે. કદાચ તમે ટ્રાફીક સિગ્નલ પર બચી જશો, પરંતુ આ મુવીંગ કેમેરાથી નહીં બચી શકશો. જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરશે તેને E- મેમો મોકલવામાં આવશે. થોડા સમય પછી 60 વાહનોમાં આવા કેમેરા લાગશે અને પછી ગુજરાતમાં આ નિયમો લાગૂ કરાશે.
આ મુવીંગ કેમેરાનું કનેક્શન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કનેક્ટ સોફટ્વેર સાથે છે. પોલીસે 30000 ગુનેગારોની યાદી પણ આ કેમેરામાં ફીટ કરી દીધી છે. એટલે જે ગુનેગાર રસ્તા પર વાહન લઇને નિકળશે એટલે AI સોફ્ટવેર પોલીસને માહિતી આપી દેશે.