હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના પગલે નોકરીઓ અને ધંધાઓ પર અસર પડી રહી છે, જેને પગલે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અને જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશનની ટીમે તાજેતરમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી.
ફાઉન્ડેશનના ચેરમેન અને રાંચી ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પ્રવીણ શંકર પંડ્યાની આગેવાની હેઠળની છ સભ્યોની મુલાકાતી ટીમ વેપારીઓ અને રત્ન કલાકારો સહિત વિવિધ હિતધારકોને મળી હતી.બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગના લોકોની મોટી હાજરી છે.
બોટાદ શહેરના રત્નદીપ ખાતે હીરા-વેપારી બજાર વિસ્તારમાં હીરાના ઉત્પાદકો, વેપારીઓ અને રત્નકલાકારોની ની બેઠકને સંબોધતા પંડ્યાએ ઉપસ્થિતોને આશા ન ગુમાવવાની અપીલ કરી હતી, તેમને ખાતરી આપી હતી કે માર્ચ 2025 માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના સમાપન પછી પરિસ્થિતિમાં સુધારો થશે.