કોણ છે નરેશ મીણા, જેને કારણે રાજસ્થાન સરકારે બીજા શહેરોથી ફોર્સ મોકલવી પડી

Spread the love

રાજસ્થાનમાં 13 નવેમ્બરે 7 વિધાનસભામાં પેટા ચૂંટણી હતી, જેમાં દેવલી-ઉનિયારા ( ટોંક) વિધાનસભામાં અપક્ષ ઉમેદવારો SDMને થપ્પડ મારી હતી એ પછી ભારે હોબાળો મચ્યો અને પોલીસે અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની ધરપકડ કરી. એ પછી રોષે ભરાયેલા ગામના લોકોએ અનેક જગ્યાએ આગ ચાંપી હતી અને હાઇવે જામ કરીને પત્થરામારો કર્યો હતો. પોલીસે ગામ લોકોને ભગાડવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ ઘટનામાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 10 પોલીસ અને ગામના 50 લોકો ઘાયલ થયા છે.

અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની જ્યારે પોલીસ મોટા કાફલા સાથે સમરાવતા ગામ ધરપક કરવા ગઇ તો નરેશ મીણા સરેન્ડર કરવાનો ઇન્કાર કરતો હતો, પરંતુ પોલીસે તેને જબરદસ્તીથી ઉંચકી લીધો હતો.

error: Content is protected !!