fbpx

વડતાલમાં ભગવાનને 8.5 સોનામાંથી તૈયાર કરાયેલા વાઘા પહેરાવાયા

Spread the love

વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. 13 નવેમ્બર એટલે કે આજે કારતક સુદ બારસના દિવસે વડતાલ ધામ મંદિરને 200 વર્ષ પુરા થશે અને 201મું વર્ષ બેસશે. મંદિરના આચાર્ય અને સંતો દ્રારા 8.50 કિલો થી વધારે 24 કેરેટ સોનાના વાઘા ભગવાન લક્ષ્મીનારાયણ, રાધા-ક્રિષણા અને વાસુદેવને પહેરાવવામાં આવ્યા છે. આવું પહેલીવાર બન્યું છે.

સંતોએ કહ્યું કે, આ સોનાના વસ્ત્રો બનાવવાની તૈયારી 18 મહિનાથી ચાલી રહી હતી અને 130 કારીગરો રોજ 12-12 કલાક કામ કરતા હતા. વાઘામાં પન્ના, માણેક, રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે.

ભગવાન સ્વામીનારાયણે સ્થાપિત કરેલા આ વડતાલ ધામના મંદિરમાં એટલું સોનુ છે કે મંદિરના શિખરો, 3 મુખ્ય પ્રવેશ દ્રાર, 3 બારશાખ, 3 સિંહાસન, ભગવાને પહેરેલો મૂગટ, છત્ર, રથ બધું સોનાનું છે.

error: Content is protected !!