

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે તમારા ઘરે દૂધ વેચવા આવનાર વ્યક્તિ કેટલો અમીર હોઈ શકે છે? સામાન્ય રીતે તમે જોયું હશે કે દૂધ વેચનાર વ્યક્તિની આર્થિક સ્થિતિ વધારે સારી નથી હોતી તો તે દૂધ વેચવા માટે બુલેટ પર તમારા દરવાજે આવે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ 50 લાખ રૂપિયાની લક્ઝરી કાર AUDIથી તમારા દરવાજા પર દૂધ વેચવા આવે તો તમે શું કરશો? નિશ્ચિત રૂપે આ વાત તમને જરૂર હેરાન કરશે.
હરિયાણાના ફરીદાબાદમાં પણ આવો જ મામલો સામે આવ્યો છે. અહીં, 33 વર્ષીય અમિત ભડાણા 50 લાખ રૂપિયાની ઓડી કારમાં લોકોના ઘરે દૂધ સપ્લાઈ કરી રહ્યો છે. અમિત રોજ લગભગ 120 લીટર દૂધ, ફરીદાબાદ કોલોનીઓના ઘરોમાં પહોંચાડે છે, જેના માટે તેને લગભગ 60 કિલોમીટર સુધી ગાડી ચલાવવું પડે છે. અમિતનું કહેવું છે કે, મોંઘી ગાડીઓ ચલાવવી તેનો શોખ છે. તેના માટે તેણે બેન્કની નોકરી પણ છોડી દીધી. અમિત ફરીદાબાદના મોહતાબાદ ગામનો રહેવાસી છે. ઓડી અગાઉ, તે 8 લાખ રૂપિયાની હાર્લે ડેવિડસન બાઇક પર દૂધ પહોંચાડતો હતો. તેણે ઓડી કાર થોડા સમય અગાઉ ખરીદી હતી.

અમિતે જણાવ્યું કે તેણે 3 દિવસ અગાઉ જ ઓડી A3 કેબ્રિયોલેટ કાર ખરીદી છે. ત્યારબાદ, તે તેનાથી ફરીદાબાદની કોલોનીયોમાં દૂધ સપ્લાય કરી રહ્યો છે. અગાઉ, તે હાર્લે ડેવિડસન-750 બાઇકથી દૂધ સપ્લાય કરતો હતો. અમિતનું કહેવું છે કે, બાઇકથી દૂધ લઈ જવું મુશ્કેલ થઈ રહ્યું છે કેમ કે ગરમી વધી રહી છે. એટલે આ લક્ઝરી કાર ખરીદી. તેમાં ખુલતી અને બંધ થતી છત છે, જેને હવામાનના હિસાબે એડજસ્ટ કરી શકાય છે.
બેન્કની નોકરી છોડીને દૂધ વેચવાનું શરૂ કરનાર અમિતે કહ્યું કે, ‘કોરોનાકાળ સુધી તે બેન્કમાં કામ કરતો હતો. તેણે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે 7 વર્ષ HDFC બેન્કમાં કામ કર્યું. ત્યારબાદ, જ્યારે કોરોનાકાળ શરૂ થયો, ત્યારે તેણે બેન્ક જવાનું બંધ કરી દીધું. આ દરમિયાન, તેણે દૂધ સપ્લાઈમાં પોતાના ભાઈને મદદ કરવાનું ચાલુ કર્યું.

અમિત કહે છે કે મને આ કામમાં મજા આવવા લાગી હતી. એટલે, મેં વર્ષ 2021માં બેન્કની નોકરી છોડી દીધી. તે સમયે હું એક બેન્કમાં મેનેજર હતો. તેને છોડીને, મેં મારા ભાઈ સાથે ફૂલ ટાઈમ દૂધની સપ્લાયનું કામ ચાલુ કરી દીધું. પહેલા ભાઈ એકલો સપ્લાય કરતો હતો. હવે હું રોજ એકલો 120 લિટર સપલાઈ કરું છું. વાડામાં 32 ગાયો અને 6 ભેંસો છે. અમિતના પિતા આર્મીમાંથી રિટાયર્ડ છે અને તેની માતા ગૃહિણી છે. અમિતના પિતા ગામમાં ખેતીવાડી કરે છે અને માતા વિજ્ઞાવતી ઘર સંભાળે છે.