fbpx

70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

Spread the love
70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં 70 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 95 વર્ષીય રામાભાઈ અંગારી અને 90 વર્ષીય જીવલી દેવીએ પારંપારિક રીતિ-રિવાજો સાથે લગ્ન કરીને એક ઉદાહરણ કાયમ કર્યું. રામાભાઈ અને જીવલી દેવીના જીવનસાથીનો સંબંધ 7 દાયકા સુધી મજબૂત રહ્યો, પરંતુ તેમણે ક્યારેય સામાજિક રૂપે લગ્ન કર્યા નહોતા. તેમના 8 બાળકો અને ઘણા પૌત્ર-પૌત્રીઓ પણ છે. જ્યારે દંપતીએ સમાજ સામે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, તો તેમના બાળકોએ સહર્ષ સ્વીકાર કરીને ધામધૂમથી લગ્નનું આયોજન કર્યું.

marriage

1 જૂનના રોજ હલ્દી અને લગ્નના રીત-રિવાજો થયા. ત્યારબાદ 5 જૂને DJના તાલે ગામમાં બિન્દોરી કાઢવામાં આવી. આ દરમિયાન તેમના પુત્રો, પૌત્રો અને ગામના લોકો નાચતા-ગાતા સામેલ થયા. ત્યારબાદ, રીત રિવાજ મુજબ 7 ફેરા લઈને વરરાજા અને દુલ્હન બનેલા રમા અને જીવલીએ એકબીજાને જીવનસાથીના રૂપમાં સ્વીકાર્યા. લગ્ન ઉપરાંત, એક સમુદાય ભોજન સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આખા ગામે ભાગ લીધો હતો. રામાભાઈ અંગારીએ આખી જિંદગી ગુજરાતમાં કૂવા ખોદવા અને ખેતી-વાડી કરીને પોતાના પરિવારનું પાલન-પોષણ કર્યું. જીવલી દેવીએ 12 વર્ષ સુધી MADA સંસ્થામાં હેન્ડલૂમ પર ગાલીચા બનાવ્યા. ત્યારબાદ, જ્યારે તેમની આંખોની દૃષ્ટિ બગડી ગઈ, ત્યારે તેણે પણ ખેતી-વાડી સાંભળી.

Girl-Slaps-Electricity-Team1

આ વૃદ્ધ દંપતીના 4 પુત્રો અને 4 પુત્રીઓ છે. સૌથી મોટો પુત્ર બખુ ખરાડી (ઉંમર 60 વર્ષ) ખેડૂત છે. શિવરામ ( ઉંમર 57 વર્ષ), કાંતિલાલ (ઉંમર 48 વર્ષ ) અને સુનિતા (ઉંમર 53 વર્ષ) સરકારી શિક્ષક છે, જ્યારે અનિતા (ઉંમર 50 વર્ષ) સરકારી નર્સ છે. પુત્ર લક્ષ્મણ લાલ (ઉંમર 44 વર્ષ ) ખેતી-વાડી કરે છે. ત્રીજી પુત્રી જંતુનું 55 વર્ષની ઉંમરે મોત થઈ ગયું હતું, જ્યારે સૌથી નાની પુત્રી સીતાના લગ્ન બાદ  કોઈ જાણકારી નથી.

error: Content is protected !!