fbpx

અમેરિકાના શિક્ષકની ચેતવણી, વિદેશી વિદ્યાર્થીઓ હવે US ભણવા ન આવે

Spread the love
અમેરિકાના શિક્ષકની ચેતવણી, વિદેશી વિદ્યાર્થીઓ હવે US ભણવા ન આવે

અમેરિકા ઘણા વર્ષોથી વિદેશી વિદ્યાર્થીઓ માટે ર્સ્વગ ગણાતું હતું, 2023-24માં અમેરિકામાં 11 લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. પરંતુ અમેરિકામાં 10 વર્ષથી વધારે વર્ષનો અનુભવ ધરાવતા એક શિક્ષકની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે, જેમાં તેમણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે, હવે ભણવા માટે US ન આવો. તેમનું કહેવું છે કે, નવી ઇમિગ્રેશન પોલીસી, યુનિવર્સિટીઓમાં ફંડની તંગી અને અમેરિકાં બદલાતી જતી રાજકીય પરિસ્થિતિઓ કારણે US ભણવા માટે હવે આદર્શ દેશ રહ્યો નથી. અમેરિકામાં 2023-24માં કુલ 3,31, 602 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

શિક્ષકે ભલામણ કરી છે કે, ભણવા માટે અમેરિકાને બદલે કેનેડા,ઓસ્ટ્રેલિયા કે યુરોપના દેશમાં જવા પર વિચાર કરવો જોઇએ.કારણકે આ દેશોમાં ઇમિગ્રેશન પોલીસી સાનુકુળ છે અને ખર્ચ પણ ઓછો આવે છે.

error: Content is protected !!