fbpx

મેચ અગાઉ સાઈકલથી સ્ટેડિયમ પહોંચ્યા ઈગ્લેંડના ખેલાડી, વેસ્ટ ઇન્ડીઝની ટીમ તો…

Spread the love
મેચ અગાઉ સાઈકલથી સ્ટેડિયમ પહોંચ્યા ઈગ્લેંડના ખેલાડી, વેસ્ટ ઇન્ડીઝની ટીમ તો...

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચ અગાઉ એક હેરાન કરી દેનારો નજારો જોવા મળ્યો હતો. આ મેચ અગાઉ ઇંગ્લેન્ડની ટીમ સાયકલથી લંડનના ઓવલ મેદાન પર પહોંચી હતી. આ જોઈને દરેકને હેરાની થઈ રહી છે. સામાન્ય રીતે ક્રિકેટ ટીમો બસમાં બેસીને સ્ટેડિયમ પહોંચે છે, પરંતુ ઇંગ્લેન્ડની ટીમ સાથે કંઈક એવું થઈ ગયું કે ખેલાડીઓએ સાયકલનો માર્ગ પકડવો પડ્યો. બંને ટીમો વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝ રમાઈ રહી હતી, જેમાં મેજમાન ટીમે 3-0થી સીરિઝ પોતાના નામે કરી લીધી.

England-players2

ઇંગ્લેન્ડની ટીમ જે બસમાં આવી રહી હતી તે લંડનના ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે ખેલાડીઓને સમય પર સ્ટેડિયમ પહોંચવામાં મોડું થઈ રહ્યું હતું. તો, વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. ઇંગ્લેન્ડના ખેલાડીઓએ ભાડાની સાયકલનો સહારો લીધો અને સ્ટેડિયમ પહોંચ્યા, જેથી મેચ શરૂ થઈ શકે. જોકે, એ છતા મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો.

ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ‘રમાનારી એક ટીમ ટ્રાફિક જામમાં ફસાવાને કારણે વિલંબથી સ્ટેડિયમ પહોંચી હતી, જેથી મેચ મોડેથી શરૂ થઈ. જ્યારે બંને જ ટીમોના બધા ખેલાડીઓ આવી જશે, ત્યારે મેચ અધિકારીઓ બદલાયેલા સમય અને મેચના કાર્યક્રમ પર પડનારા પ્રભાવને જોતા નવી જાણકારી શેર કરશે. આ વિલંબની અસર એ રહી કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ વોર્મઅપ ન કરી શકી અને ન તો તેના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શક્યા. વેસ્ટ ઇન્ડીઝે પોતાના X હેન્ડલ પર આ વાતની જાણકારી આપી. તેમણે લખ્યું કે, ‘ભારે ટ્રાફિક હોવાને કારણે, અમારી ટીમ ટોસ માટે પૂર્વનિર્ધારિત સમય કરતા થોડા સમય પહેલા જ પહોંચી શકી હતી.

shrayas

આ દરમિયાન, ઇંગ્લેન્ડના ખેલાડીઓ સાયકલથી સ્ટેડિયમ પહોંચતા હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. બધા તેના પર હેરાની વ્યક્ત કરી રહ્યા છે. ઇંગ્લેન્ડના ખેલાડી આ કારણે થોડા વહેલા સ્ટેડિયમ પહોંચી ગયા હતા અને પ્રેક્ટિસ દરમિયાન ફૂટબોલ રમવાના વિઝ્યૂઅલ પણ સામે આવી રહ્યા છે, પરંતુ વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં રોકાવું પડ્યું. આ કારણે પીચ અને મેદાનને કવર કરી રાખવું પડ્યું હતું.

error: Content is protected !!