fbpx

વિશ્વનો સૌથી મોટો ધર્મ ખ્રિસ્તી, મુસ્લિમ બીજા, હિન્દુ ત્રીજા ક્રમે… ચોથા ધર્મ વિશે જાણીને ચોંકી જશો!

Spread the love
વિશ્વનો સૌથી મોટો ધર્મ ખ્રિસ્તી, મુસ્લિમ બીજા, હિન્દુ ત્રીજા ક્રમે... ચોથા ધર્મ વિશે જાણીને ચોંકી જશો!

તમારે એ જાણી લેવું જોઈએ કે, ખ્રિસ્તી ધર્મનું પાલન કરનારા લોકો વિશ્વમાં સૌથી વધુ છે. તેમની સંખ્યા 31.6 ટકા છે. મુસ્લિમ સમુદાયના લોકો બીજા ક્રમે આવે છે, જેનો આંકડો 25.8 ટકા છે. હિન્દુઓ ત્રીજા નંબરે આવે છે. વિશ્વમાં હિન્દુઓની સંખ્યા 15.1 ટકા છે. જોકે, તમે ભાગ્યે જ ચોથા સૌથી મોટા ‘ધર્મ’ વિશે સાંભળ્યું હશે. હા, જો વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમુદાયોની યાદી બનાવવામાં આવે તો બિનસંબંધિત સમુદાયો ચોથા નંબરે આવશે. આ એવા લોકોનો સમૂહ છે જે કોઈ પણ ધર્મમાં માનતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં તેમની સંખ્યા 14.4 ટકા છે.

Muslim

તેના પછી આવે છે બૌદ્ધો જૅમી સંખ્યા 6.6 ટકા છે, અને આગળની યાદીમાં યહૂદીઓ 0.2 ટકા સાથે આવે છે. આ યાદી વિશ્વની વસ્તી (2022) ધર્મના આધારે તૈયાર કરવામાં આવી છે. આ માહિતી એટલા માટે ચર્ચામાં છે, કારણ કે પ્યુ રિસર્ચ સેન્ટરે એક સર્વેમાં કહ્યું છે કે, વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો ધર્મ છોડી રહ્યા છે. આમાં પણ ખ્રિસ્તી ધર્મ છોડનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે.

Hindu

વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા-31.6 ટકા, વિશ્વમાં મુસ્લિમોની સંખ્યા-25.8 ટકા, વિશ્વમાં હિન્દુઓની સંખ્યા-15.1 ટકા, વિશ્વમાં બિનસંબંધિત ધર્મના (જે કોઈપણ ધર્મમાં માનતા નથી) લોકોની સંખ્યા-14.4 ટકા, વિશ્વમાં બૌદ્ધોની સંખ્યા-6.6 ટકા, વિશ્વમાં પરંપરાગત ધર્મોની સંખ્યા-5.4 ટકા, વિશ્વમાં અન્ય ધર્મના લોકોની સંખ્યા-0.8 ટકા, વિશ્વમાં યહૂદી ધર્મની સંખ્યા-0.2 ટકા. અહીં તમને બતાવી દઈએ કે, ધર્મ છોડી રહેલા મોટાભાગના લોકો યુવાન, શિક્ષિત અને પુરુષો છે.

Buddhist

સ્પેન, સ્વીડન, નેધરલેન્ડ, જર્મની, કેનેડા, UK, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી મોટી સંખ્યામાં લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો. સ્પેનમાં તો ખ્રિસ્તીઓની સંખ્યા ઘટીને 54 ટકા થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, ઇટાલીમાં પણ 20 ટકા લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો છે. તેવી જ રીતે, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પણ સમગ્ર વિશ્વમાં પોતાનો ધર્મ છોડી રહ્યા છે. પ્યુ રિસર્ચનો રિપોર્ટ ચોંકાવનારો છે.

error: Content is protected !!