fbpx

પ્રાંતિજ નગરજનો માટે ખુશીના સમાચાર ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધીનો રોડ મંજૂર સાંસદ ની રજુઆત રંગ લાવી

Spread the love

પ્રાંતિજ નગરજનો માટે ખુશીના સમાચાર ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધીનો રોડ મંજૂર

  • સાંસદ દ્રારા મુખ્યમંત્રી તથા જિલ્લા સંકલન સમિતિમા રજુઆત કરી હતી
  • ૧૪ કરોડ ૨૮ લાખ ના ખર્ચે ૨ કિલોમીટર નો સીસીરોડ મંજૂર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તાથી રેલ્વેસ્ટેશન સુધીનો નવીન સીસીરોડ મંજૂર થતા નગરજનો સહિત રોજીદુ અવરજવર કરતા વાહન ચાલકોમા ખુશીનો માહોલ

પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચરોડ છેલ્લા કેટલાય વર્ષો થી ખાડાખડીયા વાળો રોડ બન્યો હતો અને આ બાબતે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા ગુજરાત સરકાર મા તથા માર્ગ અને મકાન વિભાગ મા નવીન રોડ બનાવવા માટે રજુઆત કરી હતી તો સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા પણ આ ખાડા ખડીયા વાળા રોડ ને લઈ ને જિલ્લા સંકલન સમિતિ તથા મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ને રૂબરૂ મળી રોડ અંગે ચર્ચાઓ કરી રજુઆત કરી હતી જેને લઈ ને તેવોની વાત ધ્યાને લેતા હાઈવે ત્રણ રસ્તાથી ભાંખરીયા બસસ્ટેશન રેલ્વેસ્ટેશન સુધીનો ૨ કિલોમીટર સુધીનો સીસીરોડ અંદાજિત ૧૪ કરોડ ૨૮ લાખ ના ખર્ચે તૈયાર થશે તો સીસીરોડ મંજૂર થતા સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે આ રોડ મંજૂર થતા હાલતો પ્રાંતિજ નગરજનો મા ખુશી જોવા મળી રહી છે

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply

error: Content is protected !!