પ્રાંતિજ નજીક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવાની કિંમતને લઈને મારમારતા પોલીસ ફરિયાદ થઈ
– લોખંડ ની હથોડી , લોખંડ ની પાઇપ , પથ્થર , ગળદાપાટુ નો મારમાર્યો
– સલાલ ના ચાર ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સલાલ-સોનાસણ ચોકડી ઉપર આવેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવાની કિંમત ને લઈ ને બોલાચાલી બાદ ગાળો-બોલી મારમારતા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ સલાલ ખાતે રહેતા ધીરેન્દ્રસિંહ ઇશ્વરસિંહ પરમાર કે જેવો પોતાની મોટરસાયકલ મા પેટ્રોલ પુરાવા ગયેલ હોય અને નિતિન અરવિંદસિંહ મકવાણા સાથે પેટ્રોલ પુરાવાની કિંમત બાબતે બોલાચાલી તકરાર કરી લાફોમારી તેમજ અરવિંદસિંહ બાબુસિંહ મકવાણા ને ડાબા હાથે લોખંડ ની હથોડી મારી તેમજ ધીરેન્દ્રસિંહ પરમાર સાથે આવેલ સાવન કરણસિંહ પરમારે અરવિંદસિંહ મકવાણા ને ડાબા પગે લોખંડ ની પાઇપ થી મારામારી તેમજ મિતેષ પૃથ્વીસિંહ ચૌહાણ તથા રાજ અભય નાયક અરવિંદસિંહ મકવાણા તથા નિતિન તથા અરવિંદસિંહ ના શેઠ ને ગાળાગાળી તેમજ ગળદાપાટુ નો માર મારી તેમજ છુટા પથ્થરો મારી નિતિન ને ડાબા પગે ઇજા પહોંચાડી એકબીજા ની મદદત કરી એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ ના જાહેરનામ નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અરવિંદસિંહ બાબુસિંહ મકવાણા રહે.વાધપુર તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે ધીરેન્દ્રસિંહ ઇશ્વરસિંહ પરમાર , મિતેષ પુથ્વીસિંહ ચૌહાણ , રાજ અભય નાયક , સાવન કરણસિંહ પરમાર તમામ રહે. સલાલ તા.પ્રાંતિજ જિ. સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૫(૨), ૧૨૫ (એ), ૩૫૨, ૩૫૧(૩),૫૪ તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ દ્રારા હાથ ધરવામા આવી હતી
જીલ રાવલ પ્રાંતિજ