પ્રાંતિજ સ્વામિનારાયણ સોસાયટી ખાતે તુલસી વિવાહ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી
– કૈલાસબેન રાઠોડના ઘરે તુલસી વિવાહનો સુંદર ધાર્મિક કાર્યક્રમ યોજાયો
– સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવ સાથે ઉજવણીમાં જોડાઈ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેર સહિત તાલુકામાં દેવઉઠી અગિયારસના પવિત્ર પર્વ નિમિત્તે તુલસી વિવાહની ઉજવણી ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી વિવિધ વિસ્તારોમાં ધાર્મિક પરંપરા મુજબ તુલસી વિવાહના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે પ્રાંતિજની સ્વામિનારાયણ સોસાયટી ખાતે પણ તુલસી વિવાહનો સુંદર ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો





કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ચાર માસની યોગનિદ્રામાંથી જાગૃત થતા હોવાની ધાર્મિક માન્યતા છે આ પવિત્ર દિવસથી લગ્ન સહિતનાં શુભ પ્રસંગોની શરૂઆત થતી હોય છે ત્યારે હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવતા તુલસી વિવાહ પર્વની પરંપરા મુજબ રાત્રિના સમયે ઉજવણી કરવામાં આવે છે પ્રાંતિજ સ્વામિનારાયણ સોસાયટી ખાતે રહેતાં કૈલાસબેન રાઠોડના ઘરે દરવર્ષ ની જેમ આ વર્ષેપણ તુલસી વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તુલસીજી અને ભગવાન શાલિગ્રામના વિવાહની ધાર્મિક વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી આ પ્રસંગે કૈલાસબેન રાઠોડ, અલ્કાબેન પટેલ , આરતીબેન રાવળ , સોનલબેન પટેલ , કિષ્ણાબેન રબારી , મણીબેન રબારી , નિતાબેન પ્રજાપતિ , ગીતાબેન પ્રજાપતિ , રીટાબેન મારવાડી સહિત સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ ધાર્મિક પરંપરાને જીવંત રાખી હતી. આમ, સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો