fbpx

અબજો રૂપિયા ટોલ ઉઘરાવતા NHAIએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- અમારી પાસે હાઇવે રખડતા પ્રાણીઓને હટાવવાના પૈસા નથી, 5000 કરોડ…

Spread the love

અબજો રૂપિયા ટોલ ઉઘરાવતા NHAIએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- અમારી પાસે હાઇવે રખડતા પ્રાણીઓને હટાવવાના પૈસા નથી, 5000 કરોડ...

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ રખડતા પ્રાણીઓના મુદ્દે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. NHAIએ જણાવ્યું છે કે તેમની પાસે હાઈવે પરથી રખડતા પ્રાણીઓને હટાવવા માટે કે ટોલ પ્લાઝા નજીક તેમના માટે આશ્રયસ્થાનો બનાવવા માટે ન તો કાયદાકીય અધિકાર છે અને ન તો પૂરતું ભંડોળ.

સુનાવણી દરમિયાન, ઓથોરિટીએ અંદાજ લગાવ્યો હતો કે સમગ્ર દેશના નેશનલ હાઈવે નેટવર્ક પર આ કામગીરી કરવા માટે 5000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ આવશે. NHAIએ તર્ક આપ્યો કે આ કામ માટે કોઈ બજેટ નથી અને તેમાં મોટો ખર્ટ થશે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે લગભગ 1.46 લાખ કિલોમીટર લાંબા નેશનલ હાઈવે નેટવર્ક પર પ્રાણીઓ માટે આશ્રયસ્થાનો બનાવવા, જમીન સંપાદિત કરવી અને તેમના માટે ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા કરવા પાછળ લગભગ 5000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે.

NHAI

ઓથોરિટીએ જણાવ્યું કે ટોલમાંથી મળતી આવકનો ઉપયોગ રસ્તાના નિર્માણ, જાળવણી અને દેવાની ચૂકવણી માટે કરવામાં આવે છે; પ્રાણીઓ માટે કોઈ અલગ બજેટ નથી. NHAIનું કહેવું છે કે તેમનું મુખ્ય કાર્ય રસ્તાઓનું નિર્માણ અને જાળવણી કરવાનું છે. પ્રાણીઓને પકડવા, તેમની સારવાર અને તેમને આશ્રય આપવા માટે વિશેષ સ્ટાફ અને માળખાકીય સુવિધાઓની જરૂર હોય છે.

આ તેમના કાયદાકીય અધિકારક્ષેત્રની બહાર છે. ઓથોરિટીએ દલીલ કરી હતી કે વર્તમાન બંધારણીય અને કાયદાકીય માળખા હેઠળ રખડતા પ્રાણીઓને નિયંત્રિત કરવાની પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારો, જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ સંસ્થાઓની છે.

NHAI

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે હાઈવે પર રખડતા પશુઓને કારણે થતા મૃત્યુ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને સૂચન કર્યું હતું કે NHAI ટોલ પ્લાઝા નજીક આવા પ્રાણીઓ માટે આશ્રયસ્થાનો બનાવવા પર વિચાર કરે.

સુપ્રીમ કોર્ટે ભંડોળના અભાવ અંગેની દલીલ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે NHAI આ કામ માટે તેના ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’ (CSR) ફંડનો ઉપયોગ કરી શકે છે. આ આ વિવાદ સુપ્રીમ કોર્ટના નવેમ્બર 2025ના એ આદેશ સાથે સંબંધિત છે, જેમાં કોર્ટે વધતા માર્ગ અકસ્માતો અને કૂતરાઓના હુમલાઓને જોતા તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને NHAIને હાઇવે તથા સાર્વજનિક સ્થળો પરથી રખડતા પશુઓ અને કૂતરાઓને હટાવીને આશ્રયસ્થાનોમાં મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!